તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિસ્માર કેનાલ:ઝીંઝુવાડામાંથી પસાર થતી કેનાલમાં ઠેર ઠેર ગાબડાં અને ગાંડા બાવળનું સામ્રાજય

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝીંઝુવાડામાંથી પસાર થતી કેનાલમાં ઠેર ઠેર ગાબડાં અને ગાંડા બાવળનું સામ્રાજય - Divya Bhaskar
ઝીંઝુવાડામાંથી પસાર થતી કેનાલમાં ઠેર ઠેર ગાબડાં અને ગાંડા બાવળનું સામ્રાજય
  • હાલ કેનાલ બંધ હોય સ્થાનિક લોકોએ સફાઈ અને સમારકામ કરવાની માગ કરી

નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સૂકાભઠ્ઠ રણકાંઠા વિસ્તારને થયો હોવાની તંત્ર દ્વારા ગુલબાંગો ફૂંકવામાં આવી રહી છે ત્યારે રણકાંઠાના ઝીંઝુવાડામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડાની સાથે ગાંડા બાવળની ભરમાર જોવા મળી રહી છે. આ શાખા કેનાલનું નામ 'ઝીંઝુવાડા શાખા' કેનાલને ઝીંઝુવાડા કેનાલમાં જ ગડબડના ગાબડાથી લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં રોસની લાગણી ફેલાવા પામી છે.

રણકાંઠામાંથી માળીયા શાખા કેનાલ, ઝીંઝુવાડા શાખા કેનાલ, ખારાઘોડા શાખા કેનાલ અને ગોરૈયા શાખા કેનાલ પસાર થાય છે. રણકાંઠાના કુલ 89 ગામોમાંથી 87 ગામો સુધી નર્મદા કેનાલનું પાણી પહોંચ્યુ હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ રણકાંઠાની શાખા, પેટ‍ા શાખા અને વિશાખા કેનાલનું કામ ખુબ જ નબળું અને હલકી ગુણવત્તાવાળું કરાયું હોવાની બુમરાડ ઉઠવા પામી છે.

એમાય રણકાંઠામાંથી પસાર થતી ઝીંઝુવાડા શાખા કેનાલ 58 કિ.મી.લાંબી હોવાની સાથે આ કેનાલથી રણકાંઠાના અંદાજે 47થી વધુ ગામોના હજારો ખેડૂતોની જમીનને પિયતનો લાભ મળે છે. આ શાખા કેનાલનું નામ 'ઝીંઝુવાડા શાખા' કેનાલ છે અને ઝીંઝુવાડામાંથી પસાર થતી કેનાલમાં ઠેર-ઠેર મસમોટા ગાબડાની સાથે આખી કેનાલમાં ગાંડા બાવળની ભરમાર જોવા મળી રહી છે.

આ અંગે ઝીંઝુવાડા ગામના ભરતસિંહ ગંભીરસિંહ ઝાલાએ આક્રોશ સાથે જણાવ્યું કે, અત્યારે કેનાલમાં બિલ્કુલ પાણી નથી અને કેનાલ રીપેરીંગ અને બાવળ દુર કરવા નર્મદા વિભાગને અનેકો રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી હાથ ધરાતી નથી અને જ્યારે આ કેનાલમાં તંત્ર દ્બારા પાણી છોડવામાં આવશે ત્યારે કેનાલમાં ગાબડાના લીધે છેવાડાના ગામો સુધી કેનાલનું પાણી નહીં પહોંચે તો તંત્રને ખેડૂતોના રોસનો ભોગ બનવાનો વારો આવશે. આથી તંત્ર દ્વારા આ વિષયને ગંભીરતા પૂર્વક લઇ તાકીદે આ કેનાલનું રીપેરીંગ ક‍ામ હાથ ધરાય એવી વ્યાપક માંગ ઝીંઝુવાડા ગામના ખેડૂતોએ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...