તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોટીલામાં મુખ્ય બજારમાં ત્રણ દુકાનોના તાળા તોડી 10હજાર રોકડની ચોરી થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાયેલી નથી. ત્યારે ચોરીના બનાવો અટકાવવા માટે શહેરમાં સઘન પેટ્રોલીંગ કરવા લોકમાંગ ઉઠી છે.ચોટીલા શહેરમાં રવિવારનાં આણંદપુર રોડ અને ખાંડી પ્લોટ વિસ્તારમાં તસ્કરોએ તાળા તોડી ચોરી કરતા વેપારીઓમાં પેટ્રોલીંગ સામે સવાલ ઉઠ્યા છે. શનિવારની રાત્રીથી રવિવારની સવાર દરમિયાન ટાવર ચોક થઈ આણંદપુર રોડ ઉપર આવેલા મહાવીર કોમ્પલેક્ષમાં પ્રમુખ દવાખાનું તેમજ ખાંડી પ્લોટમાં રત્નદીપ રેડીમેઇન્ટ કપડાની અને ચામુંડા ટ્રેડર્સ નામની ખાદ્ય તેલની દુકાન તસ્કર ટોળીનું નિશાન બની છે.
ચોર ટોળકીએ ગણેશીયા જેવા કોઇ સાધન વડે શટરનાં લોકને તોડી દૂકાનમાં પ્રવેશ કરી ફક્ત રોકડ રકમ ઉપર જ નિશાન બનાવેલી છે. જેમા કપડાની દુકાનમાંથી રૂ. 5000ની ચોરી કરી હતી પરંતુ સદ્દનસીબે રૂ. 90 હજારની રોકડ બચી ગઇ હતી. જ્યારે તેલની દુકાનમાંથી 4,200 અને દવાખાનામાંથી 350 મળી 9,500 રોકડાની ચોરી થઇ છે. સદનસીબે મોટી રોકડ બચી ગઇ હતી. પોલીસે હાલ સીસીટીવી કેમ નથી તેવા સવાલો સાથે ઘટના સ્થળે દોડી ધસી ગયા હતા. તો ચેમ્બર્સનાં આગેવાન સાથે વેપારીઓ ચોરીની ફરીયાદ કરવા પોલીસ મથકે દોડી ગયા અને રાબેતા મુજબ તપાસનું આશ્વાસન મળેલ હતું. જોકે મોડી સાંજ સુધી પોલીસ ચોપડે ચોરી ન નોંધાતા આશ્ર્ચર્ય ફેલાયેલુ છે. ખાંડી પ્લોટમાંમાં થોડા સમય પહેલા પણ એક દવાખાનામાં પાછળનાં દરવાજેથી પ્રવેશ કરી મોટી રકમની ચોરી થયેલ પરંતુ તેનો ગુનો હવામાં ઓગળી ગયો છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.