ભેદ ઉકેલાયો:ઓખા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનમાં મોબાઇલ લોકેશનના આધારે ચોરીનો ભેદ ઉકેલાયો

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશને આશરે 4 માસ પહેલા ટ્રેનમાંથી મુસાફરના મોબાઇલ અને રોકડની ચોરીનો બનાવની ફરિયાદ નોંધાઇ હતી. જેના આરોપીને પોલીસે મોબાઇલ લોકેશનના આધારે ઝડપી પાડ્યો હતો.તેની પાસેથી મોબાઇલ અને રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

ઓખા ફેસ્ટિવલ ટ્રેનમાં સવાર હિતેષભાઇએ તા.19-7-21ના રોજ રેલવે પોલીસ સ્ટેશને ટ્રેનમાં મુસાફરી દરમિયાન મોબાઇલ રોકડ ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. આથી સુરેન્દ્રનગર રેલવે પોલીસે કાર્યવાહી હાથ ધરતા મોબાઇલ લોકેશનના આધારે આ ગુનેગાર સુરેન્દ્રનગરમાં હોવાનું જણાયું હતું. આથી હેડ કોન્સટેબલ રમેશભાઇ પનારિયા, અલ્પેશભાઇ, વિશાલભાઇ સહિત ટીમે લોકેશનના આધારે વોચ ગોઠવી હતી.

ત્યાંથી શંકાસ્પદ વ્યક્તિ પસાર થતાતેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પોતે ગોપાલભાઇ રણછોડભાઇ ભરવાડ (રહે. રેલવે કેબિન પાસે ઝૂંપડપટ્ટી ભરવાડ શેરી સુરેન્દ્રનગર) જણાવ્યું હતું. તેણે ચોરી કર્યાનું જણાવતા મોબાઇલ કિંમત રૂ.5000 અને રોકડા 1300 જપ્ત કરાયા હતા. આ અંગેની વધુ તપાસ રેલવે પોલીસના રમેશભાઇ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...