તસ્કરી:સુરેન્દ્રનગરની આનંદપાર્ક સોસાયટીમાં રોકડ તેમજ સોના-ચાંદીનાં ઘરેણાંની ચોરી

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર લગ્નપ્રસંગમાં ગયો અને તસ્કરો ત્રાટક્યા
  • મકાન માલિક લગ્નપ્રસંગમાં હોવાથી કેટલા મુદ્દામાલની ચોરી થઇ છે તે અકબંધ

સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી આનંદબાગ સોસાયટીના ચામુંડા કૃ રહેણાંક મકાનને તાળા મારીને પરિવાર લગ્નપ્રસંગમાં ગયો હતો. ત્યારે આ બંધ મકાનને નિશાન બનાવીને રાત્રિના સમયે તસ્કરોએ મકાન તેમજ તિજોરીના તાળા તોડીને રૂ. 60 હજારની રોકડ તેમજ સોના-ચાંદીના ઘરેણા સહિત કુલ રૂ. 1,96,200નો મુદામાલ ચોરી ગયા હતા. મકાન માલિકે અજાણ્યા શખ્સો સામે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં કડકડતી ઠંડી તેમજ લગ્નપ્રસંગોના કારણે તસ્કરો સક્રિય થતા દિવસે દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી આનંદબાગ સોસયાટી ચામુંડા કૃ માં રહેતા હર્ષદભાઇ કાંતીભાઈ સતાપરા પરિવાર સાથે રહે છે. મેઘાણીબાગ રોડ પર સરગ આઇસ્ક્રીમ તેમજ મોબાઇલ રિપેરીંગની દુકાન ચલાવે છે. હર્ષદભાઈના માસીજીની છોકરીના લગ્ન હોવાથી બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડા ગામે પરિવાર સાથે 25 નવેમ્બરે મકાનને તાળા મારી ગયા હતા. પરંતુ તેમની સામે રહેતા પડોશીએ તેમના મકાનના તાળા તૂટયાની જાણ કરતા હર્ષદભાઈ સુરેન્દ્રનગર પરિવાર સાથે દોડી આવ્યા હતા.

મકાનમાં જઇને જોયુ તો મકાનના બહારના દરવાજાને તાળુ મારેલુ હતુ. અંદરના દરવાજાનું તાળુ તુટેલુ હતુ અને મકાનમાં જતા બેડરૂમમાં રાકેલી લોખંડની તિજોરી કોઇ સાધન વડે તોડેલી હતી. તિજોરીના બારણા ખૂલ્લા તેમજ કપડા વેરવિખેર હાલતમાં પડેલા હતા. આ બનાવની બી-ડિવીઝન પોલીસ મથકે જાણ કરતા પીએસઆઈ એસ.બી.સોલંકી, ગણપતભાઈ દેવથળા, સરદારસિંહ ગોહિલ, હરેશભાઇ પરમાર સહિતની ટીમે ઘટના સ્થળે ધસી જઇને તપાસ હાથ ધરી હતી. જ્યારે મકાન માલિક હર્ષદભાઈએ આ બનાવમાં 25 નવેમ્બરે બપોરના બે વાગ્યાથી 27 નવેમ્બરે 7.30 વાગ્યા પહેલા રૂ. 60 હજારની રોકડ, સોના-ચાંદીના ઘરેણા સહિત કુલ રૂ. 1,96,200ના મુદ્દામાલની ચોરી કરી ગયાની અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એસ.બી.સોલંકી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...