તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો ત્રાટક્યા:હળવદની મોબાઈલ શોપમાંથી આશરે રૂ.1.89 લાખના 21 નંગ મોબાઈલની ચોરી

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી

હળવદ પંથકમાં હમણાંથી ચોરીના બનાવો વધી રહ્યાં છે. તસ્કરોએ વધુ એક ચોરીના બનાવને અંજામ આપ્યો છે. જેમાં હળવદની એક મોબાઈલ શોપમાંથી તસ્કરોએ 21 નંગ મોબાઈલની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. 21 જૂનના રોજ બનેલા બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

જય મોગલ મોબાઇલ નામની દુકાનને નિશાન બનાવી
ચોરીના આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સ્વામીનારાયણ નગર સોસાયટી સરા રોડ ઉપર રહેતા વેપારી કિશોરભાઇ કાનજીભાઇ ચાવડાએ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.21 જૂનના રોજ તસ્કરોએ હળવદ મેઇન બજાર ગીની ગેસ્ટ હાઉસ સામે આવેલા ફરિયાદીની જય મોગલ મોબાઇલ નામની દુકાનને નિશાન બનાવી હતી.

હળવદ પોલીસ મથકે આ બનાવની ફરિયાદ નોંધાવી
તસ્કરોએ ફરીયાદીની જય મોગલ નામની મોબાઇલની દુકાન તોડી અંદર પ્રવેશ કરી દુકાનમાં રાખેલા મોબાઇલ કુલ મોબાઇલ નંગ-21 કિંમત આશરે રૂ.1,89,૦૦૦ ના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થયા બાદ વેપારીએ ચોરાઉ મોબાઇલના બીલો શોધી તેમજ આઇએમઇઆઇ નંબરની હકિકત મેળવ્યા બાદ આધાર પુરાવા સાથે ગઈકાલે હળવદ પોલીસ મથકે આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ફરિયાદ પરથી હળવદ પોલીસ મથકના પીએસઆઇ આર.સી.રામાનુજ સહિતના સ્ટાફે તસ્કરોનું પગેરું દબાવવા માટે સઘન તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...