તસ્કરી:વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં કોન્ટ્રાક્ટરના બંધ મકાનમાં ચોરી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ ગણપતિ ફાટસર મથુરા પાર્ક સોસાયટીમાં બંધ મકાનના તાળાં તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. - Divya Bhaskar
વઢવાણ ગણપતિ ફાટસર મથુરા પાર્ક સોસાયટીમાં બંધ મકાનના તાળાં તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો.
  • પરિવાર હૉસ્પિટલે ગયો ને તસ્કરો રોકડા રૂ. 50 હજાર ઉઠાવી ગયા

વઢવાણમાં ગણપતિ ફાટસર મથુરાપાર્ક સોસાયટીમાં રહેતો પરિવાર ઘર બંધ કરીને હૉસ્પિટલ ગયો હતો ત્યારે રાત્રે તસ્કરો અંદાજે રૂ. 50 હજારની રોકડ ઉઠાવી ગયા હતા. પરિવારે વઢવાણ પોલીસ મથકમાં રજૂઆત કરતાં તપાસ શરૂ કરી હતી.વઢવાણ ગણપતિ ફાટસર રાજકોટ બાપપાસ પરની મથુરાપાર્ક સોસાસયટીમાં ઇલેક્ટ્રિકના કોન્ટ્રાક્ટર સાગરભાઈ કનૈયાલાલ સોલંકી પરિવાર સાથે રહે છે. સાગરભાઈનાં પત્નીને પ્રસવપીડા ઉપડતાં તા. 1 જાન્યુઆરીએ ઘર બંધ કરીને ખાનગી હૉસ્પિટલ લઈ ગયા હતા.

જોડિયા પુત્રીનો જન્મ થતાં પરિવાર 3 દિવસ ત્યાં રોકાયા હતા. બાદમાં સાગરભાઈ 3 જાન્યુઆરીએ ઘેર આવ્યા તો ડેલીનું તાળું સલામત હતું પરંતુ મુખ્ય મકાનનું તાળું તૂટેલું અને ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાં તપાસ કરતાં અંદાજે રોકડા રૂ. 50,000ની ચોરી થયાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...