ચોરી:હળવદના ચરાડવાની પ્રાથમિક શાળાની ઓફિસમાં ચોરી. LED સહિત કુલ રૂ. 22 હજારનો મુદ્દામાલ લઇ તસ્કરો ફરાર

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના ચરાડવાની પ્રાથમિક શાળાની ઓફિસમાં ચોરી. LED સહિત કુલ રૂ. રૂ. 22 હજારનો મુદ્દામાલ લઇ તસ્કરો ફરાર - Divya Bhaskar
હળવદના ચરાડવાની પ્રાથમિક શાળાની ઓફિસમાં ચોરી. LED સહિત કુલ રૂ. રૂ. 22 હજારનો મુદ્દામાલ લઇ તસ્કરો ફરાર
  • હળવદ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

હળવદ તાલુકાના ચરાડવા ગામની પ્રાથમિક શાળાની ઓફિસમાં ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરો શાળાની ઓફીસમાંથી ઇલેક્ટ્રોનિકનો માલ સામાન ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ચોરી અંગેનો ગુનો દાખલ કરી તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ફરિયાદી ભાગ્યેશકુમાર દિનકરરાય જોશી (ઉ.વ.39, ધંધો-નોકરી રહે- ગામ વેલાડા તા.મુળી જી.સુરેન્દ્રનગર)એ કોઇ અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. પહેલી મેના રોજ ચરાડવા ગામે કે.ટી.મીલ પ્રાથમિક શાળાની ઓફીસમા કોઇ અજાણ્યો ચોર ત્રાટક્યો હતો.

ચોરે ચરાડવા ગામે આવેલી શ્રી કે. ટી. મીલ પ્રાથમિક શાળાની ઓફીસમાંથી ઓફીસનું તાળું તોડી ઓફીસમા પ્રવેશ કરી ઓફીસમા રહેલી એલ.ઇ.ડી. (56 ઇંચ)નું જેની કિ.રૂ. 17 હજાર ગણી શકાય તે તેમજ એલ.સી.ડી.(કમ્પ્યુટર) જેની કિ.રૂ. 1500 ગણી શકાય અને સ્પીકર નંગ-2 જેની કિ.રૂ. 2000 ગણી શકાય તે તથા વાઇ-ફાઇ જેની કિ.રૂ. 1500 ગણી શકાય આ તમામ વસ્તુઓની કુલ કિ.રૂ. 22 હજારની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા આગળની તપાસ હળવદ પો.સ્ટે.ના પો.સ.ઇ. આર.સી.રામાનુજ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...