તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાને આતંક મચાવ્યો:સુ.નગર ST ડેપોનું પોલીસે ચેકિંગ કર્યાના કલાકોમાં જ યુવાને આતંક મચાવ્યો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 200 મીટર ડેપોના એરિયામાં ખાનગી વાહનો રાખશે તો દંડ કરાશે : પીએસઆઈ

સુરેન્દ્રનગ એસટી ડેપોની અંદર-બહાર આવારા તત્ત્વોના ત્રાસને દૂર કરવા બી-ડિવિઝન ટીમે કમર કસી હતી. પીએસઆઈએ સતત 2 દિવસ સુધી આ સ્થળે લાલ આંખ કરતા આવા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ગેટ આગળ જ રાખતા ખાનગી વાહનચાલકો પણ રફૂચક્કર થઇ રહ્યા છે. જ્યારે રાજકોટ વિભાગીય નિયામકે એકાએક મુલાકાત લીધી હતી. મુલાકાતના કલાકોમાં જ ડેપોના ગેટ વચ્ચે 42 વર્ષના અલ્તાફ મહમદભાઈ મેર નામના વ્યક્તિએ હાથમાં ખુલ્લી છરી લઈને મારી નાખું, કાપી નાખુની બૂમો પાડતો હતો. પોલીસે આ શખસને બી-ડિવિઝન પોલીસ મથકે લઇ જઇ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ બંધ કરાયેલા 4 રૂટની બસ ચાલુ કરવાની સૂચના આપતા બસો દોડતી કરાઇ હતી. ગુરુવારે ઇન્ચાર્જ રાજકોટ વિભાગીય નિયામક જે.બી.કલોત્રાએ એકાએક સુરેન્દ્રનગર ડેપોની મુલાકાત લેતા કર્મીઓમાં દોડધામ મચી હતી. વિભાગીય નિયામક તેમજ બી-ડિવિઝન પીએસઆઈ, એસટી ડેપોના સુપરવાઇઝર ટીમના પી.આર.રાણા, વિપુલભાઈ વ્યાસ વગેરે સાથેની બેઠક યોજાઇ હતી. ડેપોનો એકમાત્ર ગેટ બસોની આવ-જા માટે ચાલુ છે. આ ગેટ આગળ જ ખાનગી વાહનોના જમેલાના કારણે બસને અંદર-બહાર જવા માટે મુશ્કેલીઓ સાથે વારંવાર એસટી કર્મી અને ચાલકો સાથે ઘર્ષણ થતું હતું.

બંધ કરાયેલા 4 રૂટ ફરી શરૂ બંધ કરાયેલા ચાર જેટલા રૂટ ચાલુ કરવાની સૂચના અપાતા સવારની 6.45 કલાકની સુરેન્દ્રનગર-રાજકોટ, બપોરના 1 કલાકની સુરેન્દ્રનગર-સોમનાથ, બપોરના 1.15 કલાકની અમદાવાદ-માંડવી , બપોરના 3 કલાકની સુરેન્દ્રનગર-બહુચરાજી બસ દોડતી કરાઇ હતી.

ડેપોની અંદર-બહાર વોચ રખાશે
ડેપોની અંદર બહાર આવારા તત્ત્વોનો ત્રાસ તેમજ ગેટ આગળ ખાનગી વાહનોના જમેલાઓને દૂર કરવા માટે આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે. એસટી ડેપોના નો -પાર્કિંગ ઝોન સાથે 200 મીટરના એરિયામાં જો કોઇ ખાનગી વાહન હશે તેની સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. તેમાંય આ તત્ત્વોને પકડવા વોચ પણ રાખવામાં આવશે.
> બી.બી.રાઠોડ, પીએસઆઈ

અન્ય સમાચારો પણ છે...