નવલી નવરાત્રી:થાનના યુવાનો નવરાત્રીના અવનવી ડીઝાઇનના ગરબા બનાવીને મેળવી રહ્યા છે આવક

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા

નવરાત્રી એટલે માની ભકિત તેમજ આરાધના કરવા માટેનો પર્વ ગણવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના યુવાનો નવરાત્રીના અવનવી ડીઝાઇનના ગરબા બનાવીને આવક મેળવી રહ્યા છે. નવલી નવરાત્રી દરમિયાન અહિયાથી સમગ્ર ગુજરાતમાં લોકો ગરબા લઈ જાય છે. વધુમાં નવરાત્રી શરૂ થવાની હોય તેના બે મહિના પહેલા ગરબા બનાવવાનું શરૂ કરવામાં આવે છે.

ગુજરાતમાં નવરાત્રીનુ મહત્વ કાંઈક અલગ જ છે
સમગ્ર દેશમાં નવરાત્રીના પર્વનું અનેરું મહત્ત્વ હોય છે. ત્યારે ગુજરાતમાં નવરાત્રીનુ મહત્વ કાંઈક અલગ જ છે. નવરાત્રી શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે.આ તહેવારમાં યુવાનો અને યુવતીઓ ગરબે રમે છે. અને ઘણા લોકો ઘરની અંદર માતાજીનો ગરબો પણ લે છે અને તેનું સ્થાપન કરે છે. સાથે અનુષ્ટાન પણ કરતા હોય છે.

ત્રણ ઈંચથી લઈને બાર ઈંચ સુધીના ગરબા
આ પર્વ હિન્દુઓ માટે મહત્વનો છે. થાનમાં રહેતા મહેન્દ્રભાઈ છેલ્લા સાત વર્ષથી ગરબા બનાવે છે. જેમાં અલગ અલગ ડીઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો તેને ડિઝાઇન કરવી તેને ફિનિસિંગ કરવું તે બધું કામ કરે છે અને તેનું વેચાણ પણ કરે છે. આ ગરબો ત્રણ ઈંચથી લઈને બાર ઈંચ સુધીના ગરબા બનાવે છે. આ ગરબાની કિંમત વીસ રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીની હોય છે. એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા પાંત્રીસથી ચાલીસ મિનિટ જેટલો સમય લાગે છે. ગરબા બનાવવા માટે આવતા કારીગરોને આ ગરબા બનાવીને સારી આવક મેળવી રહ્યાં છે.

50,000થી વધુ જેટલા ગરબા બનાવીને તેનું વેચાણ
નવરાત્રીની સીઝનમાં 50,000થી વધુ જેટલા ગરબા બનાવીને તેનું વેચાણ પણ કરે છે. ઉલ્લેખનીય છે કે, આ ગરબા રાજ્યમાં તેમજ રાજ્ય બહાર પણ જાય છે. નવરાત્રીના નવ દિવસમાં ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે. તેમજ શેરીની ગરબી તેમજ મંદિરમાં પણ આ ગરબો મુકવામાં આવે છે. ગુજરાતમાં નવલી નવરાત્રીમાં ગરબાનું પણ મહત્વ પણ છે.

કોરોના બે વર્ષ નબળા ગયા આ વર્ષ સારી આવકની આશામાટીના ગરબા બનાવવાનું વર્ષોથી કામ કરીએ છીએ. આ ગૃહ ઉધોગમાં આવે છે.પરંતુ ગરબાને વર્ક માટે પાકા કલર અને તેના પર વર્ક માટે જરૂરી મટીરીયલ્સના ભાવ વધવાના કારણે 10 ટકા જેટલો ભાવ વધારો છે. કોરોના કાળમાં સાવ મંદિમાં રહ્યા આ વર્ષ નવરાત્રીમાં આવક થવાની આશા છે. - મહેન્દ્રભાઈ (ગરબો બનાવનાર કારીગર)( આ સ્ટોરીમાં વિડીયો છે...બનાવીને મોકલાવું )

અન્ય સમાચારો પણ છે...