દાદાનું સ્વપ્ન પૂર્ણ કર્યું:યુવાને દાદાની ઇચ્છા પૂરી કરવા પોલીસની શારીરિક દોડ પૂરી કરી

સુરેન્દ્રનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રાના યુવાને પોલીસ ભરતીમાં 19.42 મિનિટમાં દોડ પૂરી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધાના યુવાનની ગોંડલ ખાતે પોલીસની શારીરીક પરીક્ષા સોમવારના રોજ હતી.પરંતુ આગલા દિવસે દાદાના અચાનક મુત્યુના સમાચાર સાંભળી પડી ભાગી ગયો હતો. પણ સતત પરિવાર સાથે મોબાઇલથી સતત સંર્પક રહી સાંત્વના અને હિમ્મત મેળવી હતી. જ્યારે દાદાની ઇચ્છા પૂરી કરવા યુવાને 19 મિનિટ 42 સેંકન્ડમાં દોડ પૂરી કરી હતી.

ધ્રાંગધાના એક યુવાનની ગોંડલ ખાતે પોલીસ ભરતી દરમિયાન પ્રેરણાદાયી બનાવ બન્યો હતો. આ બનાવમાં સુખદ અને દુઃખદ બંને મિશ્ર લાગણીઓ હતી.જેની મળતી માહિતી મુજબ ધ્રાંગધાના ખાટકીવાસમાં રહેતા મામાણી મોહીનુદ્દીન મુસ્તાકભાઈ રવિવારે સાંજે લોકરક્ષદની ગ્રાઉન્ડ પરીક્ષાના આગળના દિવસે ગોંડલ પહોંચ્યા હતા.

દરમિયાન અચાનક સમાચાર મળ્યાં કે એના દાદા હાજી બાબુસુલેમાનભાઇનું અવસાન થયું છે. આમ અચાનક દાદાના અવસાનના આવી પડેલ દુઃખદ સમાચારથી યુવાનને આધાત લાગ્યો હતો. પરંતુ તેઓ સતત મોબાઈલથી ઘરે સગાઓ સાથે સંપર્કમાં રહ્યા હતા. આમ દાદાના અવસાનના બીજા દિવસે ગ્રાઉન્ડ પરીક્ષા હતી.

આમ યુવાન પોતાના દાદાના અવસાનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખી હતો.પરંતુ પરિવારના સાંત્વના અને હિમ્મત આપતા અને દાદાની પોલીસની પરીક્ષા પાસ કરવાની ઇચ્છા પૂરી કરવા જણાવ્યું હતું.આથી યુવાને ગોંડલના ગ્રાઉન્ડમાં પરીક્ષા આપવા ઉતર્યો હતો. તેણે હિંમત જુસ્સો, દાદાનું સપનું પૂરું કરવા યુવાને 5 કિમી દોડ લગાવી 19 મિનિટ અને 42 સેકંડમાં પૂરી હતી. આ અંગે યુવાને જણાવ્યું કે મેં દાદાનું સ્વપ્ન પૂર્ણ તો કર્યું પરંતુ હું દોડ પાસ કરી આવ્યોના સમાચાર તેમને ન આપી શક્યાનો વસવસો રહેશે.

અન્ય સમાચારો પણ છે...