રજૂઆત:મૂળીના ભોજપરામાં પીવાનું પાણી ન મળતા મહિલાઓ બેડાં લઇ તાલુકા પંચાયત પહોંચી

મૂળી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૂળીનાં ભોજપરા ગામે પીવાનું પાણી ન આવતા મહિલાઓ તાલુકા મથકે બેડાં લઇ રજૂઆત કરવા આવી પહોંચી હતી. - Divya Bhaskar
મૂળીનાં ભોજપરા ગામે પીવાનું પાણી ન આવતા મહિલાઓ તાલુકા મથકે બેડાં લઇ રજૂઆત કરવા આવી પહોંચી હતી.
  • સ્થાનિકો જીવના જોખમે રેલવે ક્રોસ કરી પાણી લાવી રહ્યા છે, રજૂઆતો છતાં કોઈ પગલા નહીં

મૂળી તાલુકાનાં દિગસર પાસે આવેલા ભોજપરા વિસ્તારમાં 100થી વધુ લોકો છેલ્લા ત્રીસેક વર્ષથી રહે છે. ત્યારે આ વિસ્તારમાં પીવાનું પાણીની સુવિધા જ ન હોવાથી પરેશાની ભોગવી રહ્યા છે. જે અંગે અગાઉ રજૂઆત કરી હતી. તેમ છતા તંત્ર દ્રારા કોઇજ પગલા ન લેવાતા મહિલાઓ બેડાં લઇ ફરી તાલુકા પંચાયત આવી પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી.

મૂળી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા હંમેશા જોવા મળે છે. ત્યારે મૂળી તાલુકાનાં દિગસર પાસે આવેલ ભોજપરા ગામ છેલ્લા 30 વર્ષથી વસ્યું છે પરંતુ ત્યાં પીવાનાં પાણીની કોઇ જ વ્યવસ્થા જ ન હોવાથી 25 થી વધુ પરિવારનાં 100 થી વધુ લોકોને જીવના જોખમે રેલ્વે લાઇન પાસ કરી વાલ્વથી પાણી લાવુ પડી રહ્યુ છે. જેથી પારાવાર મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જેથી આ વિસ્તારની 30થી વધુ મહીલા મૂળી તાલુકા પંચાયત ખાતે અગાઉ રજૂઆત આવી હતી.

તેમ છતાં કોઇ જ કાર્યવાહી ન કરાતા શનિવારે ફરી બેડાં લઇ ફરીવાર રજૂઆત કરવા અને આવેદન આપવા આવ્યા હતા. અને સમગ્ર તાલુકા પંચાયત ગજવી હતી. આ અંગે રજૂઆતમાં સાથે જોડાયેલા આમ આદમી પાર્ટીનાં અજીતસિંહ પરમાર, ગિરીશભાઇ, ધીરૂભાઇ, લતાબેન સહિતનાએ જણાવ્યું હતું કે આ તંત્રને અગાઉ રજૂઆત કરવા છતાં પેટનું પાણી પણ હલતું નથી. જેથી શનિવારે નછૂટકે બીજીવાર રજૂઆત કરવા આવવું પડ્યું છે. જો હજુ પણ કોઇ કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

અન્ય સમાચારો પણ છે...