તપાસ:મહિલાને ધોકા વડે માર મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણના ટીંબા વાડી વિસ્તારની ઘટના

વઢવાણ તાલુકાના ખોડુ ગામનું દંપતી ટીંબા ગામની સીમ વાડી વિસ્તાર યુવરાજસિંહ ઘનશ્યામભાઈ પરમારની વાડીએ ખેતમજૂરી કરતા હતા. ત્યારે 2 ઓક્ટોબરે વાડીમાં જ મહિલા સાથે એક શખસે દુષ્ક્રર્મ આચરતા મહિલાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું.

આ બનાવમાં મૃતકના પતિએ વઢવાણ પોલીસ મથકે મૂળ ટીંબા ગામના અને હાલ રતનપર બાયપાસ રહેતા યુવરાજસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયા મુજબ ભોગ બનનાર પત્નીને યુવરાજસિંહે અવારનવાર શરીર સંબંધ બાંધવા કહેતા અને ભોગ બનનાર પત્ની ના પાડતા હતા.

આથી યુવરાજસિંહ ઉશ્કેરાઇ જઇ લાકડાના ધોકાથી માર મારી ઇજાઓ કરી બાદમાં તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરી પત્નીને અને દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી. આથી કોઇને મોઢું બતાવવા જેવા ન રહેતા અને જીવવા લાયક નહીં રહેતા તેમજ મરવા માટે મજબુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...