તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપ:પોલીસના ત્રાસથી મહિલાએ ફિનાઇલ પીધાનો આક્ષેપ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની ફિરદોષ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય ફરઝાનાબેને પોલીસના ત્રાસથી ફિનાઇલ પી લેતા સારવાર માટે ટીબી હોસ્પિટલ લઇ જવાયા હતા. આ અંગે તેમના પતિ નસીબખાને જણાવ્યુ કે, એ ડીવીઝન પોલીસ મથકના ડી સ્ટાફ સામે હેરાન કરાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જયારે મફતીયાપરા વિસ્તારમાં પોલીસે ચેકિંગના નામે હેરાન કરતી હોવાની રજૂઆત મુકેશભાઇ, જયેશભાઇ, બળદેવભાઇએ પોલીસ વડાને કરી છે. આ બાબતે ડી સ્ટાફના જમાદાર ધનરાજસિંહ વાઘેલાએ જણાવ્યુ કે, ફિરદોષ સોસાયટીમાં નસીબખાન જુગાર રમતા પકડાયા હતા. આથી તેની દાઝ રાખી બધુ કરાયુ છે. જયારે મફતીયાપરામાં પણ જુગારની બાતમીને આધારે જ ચેકિંગ કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...