ગ્રામપંચાયત ચૂંટણી પરિણામ:મોરબીના માળીયા તાલુકાના વધારવા ગામના સરપંચ ઉમેદવારો વચ્ચે ટાઈ, ચીઠ્ઠી નાખી વિજેતા જાહેર કરવામાં આવ્યાં

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોરબીના માળીયા તાલુકાના વધારવા ગામના સરપંચ ઉમેદવારો વચ્ચે ટાઈ - Divya Bhaskar
મોરબીના માળીયા તાલુકાના વધારવા ગામના સરપંચ ઉમેદવારો વચ્ચે ટાઈ
  • સરપંચ પદના ઉમેદવાર શૂરવીરસિંહ અને અનિરુદ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજાને 332–332 મત મળ્યા હતા

મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વધારવા ગામના સરપંચ ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ હતી. શૂરવીરસિંહ અને અનિરુદ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજાને 332–332 મત મળતા બન્ને ઉમેદવારો વચ્ચે ટાઇ થઈ હતી. જેથી ચીઠ્ઠી નાખી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

મોરબી જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન માળીયા તાલુકામાં સરપંચ ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ હતી. માળીયા તાલુકાના વધારવા ગામના સરપંચ પદના ઉમેદવારોને એક સમાન મત મળતા ટાઈ સર્જાઈ હતી. શૂરવીરસિંહ અને અનિરુદ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજાને 332–332 મત મળ્યા હતા. બન્ને ઉમેદવારો વચ્ચે ટાઇ સર્જાતા ચૂંટણી અધિકારી દ્વારા ચીઠ્ઠી નાખવામાં આવી હતી. જેમાં સરપંચ તરીકે અનિરુદ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજાને વિજેતા જાહેર કરાયા હતા. બન્ને ઉમેદવારોએ ખેલદીલીપૂર્વક પરિણામને સ્વીકાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...