કાળઝાળ ગરમી:જિલ્લામાં શુક્રવારે 10 કિમીની ઝડપે પવન ફૂંકાયો : પારો 42.0 ડિગ્રી

સુરેન્દ્રનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે 4 કિમીની ઝડપે પવન ફૂંકાતો હોય છે. ત્યારે તા. 19મેને મંગળવારે 8 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. પરંતુ તા.20મેને બુધવારે લઘુતમ 27.8 તેમજ મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી નોંધાયુ હતુ. આમ થોડા દિવસમાં જ એકી સાથે બે ડિગ્રી તાપમાનનો તાપ જિલ્લાવાસીઓને કરવાનો વારો આવ્યો હતો.જ્યારે આ  તાપની પશુપંખીઓ પર અસર થઇ હતી.આ આકરા તાપમાનમાં દિવસે દિવસે ઘટાડો થતા તા. 28મેના રોજ લઘુતમ 28.8 અને મહતમ 42.0 તાપમાન તેમજ તા. 29મેના રોજ લઘુતમ 28.8 અને મહત્તમ 42.0 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.પરંતુ જિલ્લાવાસીઓને વધુ પવનની ગતિનો સામનો કરવો પડયો છે. જેમાં તા. 28મેના રોજ 16 કિમી તેમજ તા. 29મેના રોજ 10 કિમીને ઝડપે પવન ફૂંકાયો હતો. 

અન્ય સમાચારો પણ છે...