તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડીના દિવ્યાંગ ગાયકની અનોખી પ્રેમ કહાની:કૂતરું કરડતાં બે વર્ષની ઉમરે આંખો ગઇ, અર્ધાંગિનીએ આંખો બની સંગીત સફરમાં સાથ આપ્યો, શાહરૂખ પણ થયો પ્રભાવિત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉર્મિશ અને વૈશાલીની અનોખી પ્રેમ કહાની - Divya Bhaskar
ઉર્મિશ અને વૈશાલીની અનોખી પ્રેમ કહાની
  • ઉર્મિશ મહેતા અને વૈશાલીની અનોખી પ્રેમ કહાનીથી શાહરૂખ ખાન પણ અત્યંત પ્રભાવિત થયો
  • પ્રેમ કહાની પરથી 'લવ ઇઝ બ્લાઇન્ડ' નામની ગુજરાતી ફિલ્મ બની

ઉર્મિશ મહેતાનો જન્મ સને 1970માં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે થયો હતો. ઉર્મિશ મહેતા જ્યારે માત્ર બે વર્ષના હતા ત્યારે તેમને એક કૂતરૂ કરડી ગયુ હતુ. જેથી હડકવાના ઇન્જેક્શનના લીધે રીએક્શન આવતા પંદર જ દિવસમાં તેમની બન્ને આંખો સામે કાયમ માટે અંધારૂ થઇ ગયું હતું. પરંતુ કહે છે કે, 'કીસી ભી ચીજ કો તુમ પૂરી સિદ્દત સે ચાહો તો પૂરી કાયનાત ઉન્હે તુમ્હે મિલાને મેે લગ જાતી હે.' એવી જ રીતે ઉર્મિશ મહેતાએ નાનપણથી સંગીત પ્રત્યે એટલી મહેનત કરી કે તેમની આગળ સફળતાને ઝુકવું પડ્યું.

પાટડીના ઉર્મિશ મહેતાને નાનપણથી ગીતો ગાવાનો ગજબનો શોખ હતો. એના લીધે તેમણે વિવિધ સંગીત હરીફાઇમાં ભાગ લેતા તેમને સમગ્ર ભારતમાં અવ્વલ નંબર આવ્યો હતો. પોતાના ગાઢ મિત્રો પ્રિતી, પિંકી અને વૈશાલી સાથે ઉર્મિશે એક ટીમ બનાવી દેશમાં અને વિદેશોમાં પણ સ્ટેજ શો કરવાનું શરૂ કર્યુ હતું.

વૈશાલીએ કહ્યું, નયનને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે
નાનપણથી જ સંગીતના શોખીન એવા પ્રજ્ઞાચક્ષું ઉર્મિશ મહેતા 1986માં શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં સમગ્ર ભારતમાં પ્રથમ આવ્યા હતા અને 1987માં રાષ્ટ્રપતિ વેંકટરામનના હસ્તે તેમનું સન્માન થયું હતુ. આ સમયગાળામાં અંધ ઉર્મિશ મહેતાએ કોલેજ પુરી કરી ભાષા ભવનમાંથી ઇંગ્લિશ સાથે એમ.એ. પુરૂ કર્યા બાદ અમદાવાદની ગુજરાત કોલેજમાં ઇંગ્લિશ લેક્ચરર તરીકેની નોકરીની શરૂઆત કરી હતી. ઉર્મિશ મહેતાની સંગીત સફરમાં જોડાયેલી વૈશાલી મનોમન ઉર્મિશને ચાહવા લાગી હતી અને તેણે મનોમન અંધ ઉર્મિશને પોતાનો જીવન સાથી બનાવવાનો પાકો નિર્ધાર કરી લીધો હતો અને વૈશાલીએ કહ્યું, નયનને બંધ રાખીને મે જ્યારે તમને જોયા છે.

પ્રેમ કહાની પરથી 'લવ ઇઝ બ્લાઇન્ડ' નામની ગુજરાતી ફિલ્મ પણ બની
પ્રેમ કહાની પરથી 'લવ ઇઝ બ્લાઇન્ડ' નામની ગુજરાતી ફિલ્મ પણ બની

દુનિયાના મેણા-ટોણાની પરવા કર્યા વગર બન્નેએ આજીવન સાથ નિભાવવાનો કોલ નિભાવ્યો
બીજી બાજુ ઉર્મિશને પણ વૈશાલીની ગાયકી ખૂબ ગમતી હતી. વૈશાલીએ અંધ ઉર્મિશ સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી અને જ્યારે વૈશાલીએ પોતાના પિતા અનંત નાયક અને માતા નૂતન નાયકને વાત કરી ત્યારે તેમની પર આભ તૂટી પડ્યું હતું. જોકે, વૈશાલી મક્કમ હતી દુનિયાના મેણા-ટોણાની પરવા કર્યા વગર બન્નેએ આજીવન સાથ નિભાવવાનો કોલ નિભાવ્યો અને અને બન્નેના લગ્ન થયા. આજે બન્નેની સાથે ગાયેલા ગીતોની 40 જેટલી કેસેટો બજારમાં છે. જ્યારે એકલા ઉર્મિશની 100થી વધુ કેસેટ્સ પણ છે. ગૌરાંગ વ્યાસની સાથે બે ગુજરાતી ફિલ્મોમાં પણ ઉર્મિશે ગીતો ગાયા છે. આજે એમના બન્નેની પ્રેમની નિશાની સમા પુત્ર મિલાપને જોઇને કોઇને પણ તેમની ઇર્ષા થાય તે સ્વાભાવિક છે.

ઉર્મિશ મહેતા અને વૈશાલીના સાથે ગાયેલા ગીતોની 40 જેટલી કેસેટો
ઉર્મિશ મહેતા અને વૈશાલીના સાથે ગાયેલા ગીતોની 40 જેટલી કેસેટો

​​​​​એમની પ્રેમ કહાની પર બનેલી ફિલ્મ પર એવોર્ડનો વરસાદ
પાટડીના ઉર્મિશ અને વૈશાલીની અનોખી પ્રેમ કહાનીથી હિન્દી ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાને પણ અત્યંત પ્રભાવિત થઇને આ અનોખી જોડીની મુલાકાત લઇ એમની પ્રેમકહાની ધ્યાનથી સાંભળી હતી. અંધ ગાયક ઉર્મિશ અને એની જીવનસંગીની વૈશાલીની પ્રેમ કહાની પરથી 'લવ ઇઝ બ્લાઇન્ડ' નામની ગુજરાતી ફિલ્મ બની હતી. સુપર ડુપર હિટ નીવડેલી આ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ચલચિત્ર સહિત એવોર્ડની હારમાળા સાથે કુલ 10 એવોર્ડ મળ્યાં હતા અને રાષ્ટ્રીય ચેનલ પર એમની પ્રેમ કહાની પર "અમર પ્રેમ" નામનો દોઢ કલાકનો કાર્યક્રમ પણ પ્રકાશિત થયો હતો.

અનોખી પ્રેમ કહાનીથી શાહરૂખ ખાને પણ અત્યંત પ્રભાવિત થઇને આ અનોખી જોડીની મુલાકાત લીધી હતી
અનોખી પ્રેમ કહાનીથી શાહરૂખ ખાને પણ અત્યંત પ્રભાવિત થઇને આ અનોખી જોડીની મુલાકાત લીધી હતી

ઉષાદીદીને તાત્કાલિક કોઇ સારા મેલ સીંગરની જરૂર હતી
આજથી અંદાજે 25 વર્ષ અગાઉ લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકરનો નવસારીમાં પ્રોગ્રામ હતો અને કોઇક કારણોસર તેમની સાથેનો મેલ સીંગર આવી શક્યો નહોતો. જેથી ઉષાદીદીને તાત્કાલિક કોઇ સારા મેલ સીંગરની જરૂર હતી અને ત્યારે કોઇએ તેમને ઉર્મિશનું નામ સજેસ્ટ કર્યુ હતુ. આટલી મોટી કલાકાર કોઇ અજાણ્યા સિંગર પર ભરોસો કરે તો કેવી રીતે કરે એટલે એમણે તરત શરત મૂકી કે પહેલા તે સિંગરને મારે સાંભળવો પડશે. ત્યારે સુરત હોટલની રૂમમાં જ ઉષાદીદીએ ઉર્મિશને ધ્યાનથી સાંભળ્યા બાદ કહ્યું હતું કે, તે સ્વ.મુકેશની પદ્ધતિથી ગાય છે અને જ્યારે તે મારી સાથે પહેલી વખત સ્ટેજ પર આવ્યો ત્યારે તેનામાં ડરનો કોઇ છાંટો નહોતો. આજે પણ ઉર્મિશ તેમને માત્ર ફોન પર એટલું જ કહે કે, દીદી મેં ઉર્મિશ બોલ રહા હું' તો સામેથી જવાબ મળે 'હા બોલો ઉર્મિશ, કેસે હો'

ગત વર્ષે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ પર કમ્પોઝ કરેલુ ગીત ગાયું
ગત વર્ષે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ પર કમ્પોઝ કરેલુ ગીત ગાયું

કેવડીયા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે સરદાર પટેલનું ગીત ગાયું
પાટડીના અંધ ગાયક ઉર્મિશ મહેતા અને એની પત્નિ વૈશાલી મહેતાએ ગત વર્ષે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સામે યુનિટી ક્રુઝમાં ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ પર કમ્પોઝ કરેલુ અને મૌલિક વૈદ્ય અને એમની ટીમના મ્યુઝિકલ સપોર્ટથી સુંદર ગીત સાંભળીને સૌ અભિભુત થઇ ગયા હતા.

શાહરૂખ ખાને એમની પ્રેમ કહાનીનો જાતે ઇન્ટરવ્યુ લીધો
કેટલાક સમય અગાઉ ગુજરાત આવેલા સુપર સ્ટાર શાહરૂખ ખાને અંધ ગાયક ઉર્મિશ મહેતા અને એમની પત્નિ વૈશાલીને ચિક્કાર ભીડ વચ્ચે સ્ટેજ પર મળીને એમની અનોખી પ્રેમ કહાનીનો લાઇવ ઇન્ટરવ્યુ લીધો હતો. જે એમના જીવનનું એક યાદગાર સંભારણું બની રહ્યું હતુ. વધુમાં અંધ ગાયક ઉર્મિશ મહેતાએ ગૌરાંગ વ્યાસના "થઇ બેઠા, ભગવાન તમે તો, લઇને પરીક્ષા સીતાની, ઓ રામ યુગ યુગની આ કહાણી જેવા ગુજરાતી ફિલ્મોના સુપરહિટ ગીતો પણ ગાયા છે.

અન્ય સમાચારો પણ છે...