સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નાની કઠેચી ગામમાં ટેન્કરમાંથી પાણી ભરવા પડાપડીની સાથે પાણી માટે પાણીપતના યુદ્ધ જેવી કપરી પરિસ્થિતિ જોવા મળી હતી. જેમાં લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં ન મળતાં લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા હતા. જો કે કઠેચી ગામની પાણીની સમસ્યાનો વીડિયો વાઇરલ થયા બાદ તંત્ર દોડતું થયું હતું. પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની અધિકારીઓની ટીમો ગ્રામજનોની મુલાકાતે દોડી ગઈ હતી. ત્યારબાદ લીંબડીના નાની કઠેચી ગામમાં આજે મંગળવારે ઘરે-ઘરે નળ દ્વારા પાણી વિતરણ કરાતાં ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. અંદાજે ત્રણ મહિના બાદ પાણીની પળોજણનો સુખદ અંત આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના નાની કઠેચી ગામમાં ટેન્કરમાંથી પાણી ભરવા પડાપડીની સાથે પાણી માટે પાણીપતના યુદ્ધ જેવી કપરી પરિસ્થિતિ જોવા મળી રહી હતી. ત્યારે લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે તંત્ર દ્વારા ટેન્કર ફાળવતા પાણી ભરવા માટે મહિલાઓ વચ્ચે પડાપડીના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં ન મળતા લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. ત્યારે આગ ઓકતી ગરમીમાં પુરતા પ્રમાણમાં ટેન્કર ફાળવવામાં આવે તેવી વ્યાપક માંગ નાની કઠેચીના ગ્રામજનોએ ઉઠાવી હતી.
જો કે કઠેચી ગામમાં પાણીની સમસ્યા અને પડાપડીનો વીડિયો વાઇરલ થયા બાદ તંત્ર દોડતું થયું હતું. જેમાં પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની અધિકારીઓની ટીમો ગ્રામજનોની મુલાકાતે દોડી ગઈ હતી અને ગ્રામજનો પાસે પીવાના પાણીની સમસ્યા વિશેની સવિસ્તાર વિગતો મેળવી હતી. અને આગામી દિવસોમા નાની કઠેચી ગામમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં પહોંચાડવાની ખાતરી પણ ગ્રામજનોને દોડી આવેલા અધિકારીઓએ આપી હતી.
જેમાં આજે મંગળવારે લીંબડીના નાની કઠેચી ગામમાં ઘરે-ઘરે નળ દ્વારા પાણી વિતરણ કરાતાં ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી જવા પામી હતી. અંદાજે ત્રણ મહિના બાદ પાણીની પળોજણનો સુખદ અંત આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.