તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહીશોની માંગ:ચોમાસાના સમયથી પાણી હજુ સુકાયાં નથી, હવે તો કાંઇક કરો

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
વઢવાણ GIDCમાં આવેલા સંતોષપાર્કમાં ગંદાં પાણી ફરી વળ્યાં - Divya Bhaskar
વઢવાણ GIDCમાં આવેલા સંતોષપાર્કમાં ગંદાં પાણી ફરી વળ્યાં
 • સતત ભરાયેલા રહેતાં ગંદાં પાણીથી રોગચાળો ફેલાવાનો ભય

વઢવાણ જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સંતોષપાર્કમાં છાસવારે ઉભરાતી ગટરોની સમસ્યાથી સ્થાનિકો તોબા પોકારી ગયા છે. ચોમાસાના સમયથી સતત ગટરો ઉભરાતા રસ્તા પર ગંદા પાણી ભરાયેલા રહે છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે ત્યારે રહીશોની હાલાકીને ધ્યાને લઇ સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. વઢવાણ જીઆઇડીસી ફેઝ 4 માં આવેલા સંતોષપાર્કમાં અંદાજે 150 થી વધુ મકાનોમાં 600 થી વધુ લોકો વસવાટ કરે છે.આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરોના ગંદા પાણી ઉભરાઇને રસ્તા પર ફરી વળતા હોવાની રાવ ઉઠી છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે ચોમાસાના સમયથી ગટરો ઉભરાયા છે અને આ અંગે પાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી.

જેના કારણે રસ્તા પર સતત ગંદા પાણી ભરાયેલા રહે છે જેથી રાહદારીઓ અને વાહનચાલકોને તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે સાથે સાથે સતત ભરાયેલા રહેતા ગટરોના પાણીથી માખી, મચ્છરોનો પણ ઉપદ્રવ રહે છે જેથી સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો પણ ભય છે. ગટરની લીકેજ લાઇનના ગંદા પાણી પીવાની લાઇનમાં મિશ્રીત થઇ જતાં પીવાના પાણીની પણ મુશ્કેલી પડે છે અને લોકો બહારથી પાણી વેચાતુ લેવા મજબુર બને છે. ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી અને ઝડપી ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની લાગણી અને માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો