તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાન દાદા:યુવાનોને પણ શરમાવે તેવો જુસ્સો ધરાવતા અનોખા 74 વર્ષના દાદા, હજારો કિલોમીટર પગપાળા ચાલ્યા

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લ‍ા 17 વર્ષથી ક્યારેય કોઇ વાહનમાં બેઠા જ નથી
 • વિરમગામથી પાટડી પગપાળા આવીને મોતિયાનું ઓપરેશન કરાવી પગપાળા પરત થયા

આ ભાઇની ઉંમર 74 વર્ષની છે. પરંતુ તેઓ છેલ્લ‍ા 17 વર્ષથી ક્યારેય કોઇ વાહનમાં બેઠા જ નથી. જ્યાં પણ જાય ત્યાં ઉઘાડા પગે પગપાળા જ જાય છે. વિરમગામના વડગાસથી પાટડી પગપાળા આવીને મોતિયાનું ઓપરેશન કરાવી વળતા પણ પગપાળા જ ગયા હતા.

સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ 58 વર્ષે નિવૃત થઇ આરામ કરવાનું પસંદ કરે છે. પરંતુ વિરમગામ તાલુકાના વડગાસ ગામના 74 વર્ષના જગમાલપરમાર છેલ્લા 17 વર્ષથી ક્યારેય કોઇ વાહનમાં બેઠા નથી. જ્યાં પણ જાય છે ત્યાં ઉઘાડા પગે પગપાળા જ જાય છે. છેલ્લ‍ા 17 વર્ષથી અન્નનો દાણો પણ ન લેનાર અને 20 વર્ષના યુવાનને પણ શરમાવે એવી સ્ફૃતિ ધરાવતા આ જુવાન ડોશલાએ વિરમગામના વડગાસથી 25 કિ.મી. પાટડી આંખની હોસ્પિટલના ડો.ચન્દ્રકાન્ત પટેલ પાસે મોતિયાનું ઓપરેશન કરાવી પરત પણ 25 કિ.મી. પગપાળા પરત વડગાસ આવ્યા હતા.

17 વર્ષ અગાઉ પગપાળા ઉજ્જેન કૂંભ મેળામાં સંકલ્પ લીધો અત્યાર સુધીમાં હજારો કિ.મી.ની પગપાળા યાત્રા પુરી કરનારા આ જુવાન ડોશલાએ પાટડી આંખની હોસ્પિટલે દિવ્યભાસ્કરને મુલાકાત આપતા જણાવ્યું કે, મેં છેલ્લા 17 વર્ષથી અન્નનો દાણો લીધો નથી. ફક્ત ફરાળ પર જ છુ. પરંતુ ક્યારેય દવાખાનું જોયું નથી. આજથી 17 વર્ષ અગાઉ પગપાળા ઉજ્જેન કૂંભ મેળામાં ગયો ત્યારે સંકલ્પ લીધો હતો કે આજથી ક્યારેય કોઇ વાહનમાં બેસીસ નહીં. ત્યારની ઘડીને આજનો દિ' આ સંકલ્પ યથાવથ જળવાઇ રહ્યોં છે. આજે મારી પાસે કોઇ મોબાઇલ નથી. માત્ર બે જોડી કપડા છે. પરંતુ દ્રઢ મનોબળથી સંકલ્પ જળવાઇ પણ રહ્યોં છે અને પૂર્ણ પણ થઇ રહ્યોં છે.

મારી માતા 106 વર્ષે પણ હયાત છે

આ અંગે 74 વર્ષના જગમાલ પરમાર કહે છે કે, મારી સ્વસ્થતાનું મોટુ રહસ્ય એ છે કે, મારી માતા આજે 106 વર્ષે પણ હયાત છે. અને તંદુરસ્ત પણ છે. એના હિસાબે મને પણ આજ દિન સુધી કોઇ બિમારી થઇ નથી.

56 વર્ષે હું હાફ્યોં, 74 વર્ષના મોટાભાઇ અડીખમ : નાના ભાઇ

આ અંગે 56 વર્ષના રણછોડ પરમાર જણાવે છે કે, અમે કુલ નવ ભાઇ બહેનો છીએ. જેમાં ભાઇઓમાં 74 વર્ષના જગમાલ સૌથી મોટા અને એમનાથી મોટા એક બેન છે. પાટડી મોતિયાનું ઓપરેશન કરાવવાનું હોવાથી હું પણ પગપાળા એમની સાથે ગયો હતો. મોતીયાનું ઓપરેશન કરાવી પરત વડગાસ આવ્યા ત્યારે 56 વર્ષે હું હાંફી ગયો હતો. પરંતુ 74 વર્ષના મારા મોટા ભાઇ અડીખમ હતા.

એક વાર જૂનાગઢ પરિક્રમા કરવા ગયેલા ત્યારે ત્રણ દિવસે ખાવા મળેલુ

74 વર્ષના જગમાલ પરમારે જણાવ્યું કે, એક વખત હું આડા દિવસે જૂનાગઢ જંગલમાં પરિક્રમા કરવા ગયો. ત્યારે જંગલમાં પીવાનું પાણી તો મળ્યું હતુ. પરંતુ ખાવા મળ્યું ન હતુ. તથા એક ગુફામાં રહેતા સાધુ પાસે છેક ત્રણ દિવસે ખાવા મળ્યું હતુ. અત્યાર સુધીમાં મે સોમનાથ, દ્વારકા, સત્તાધાર સહિતના તમામ ધાર્મિક સ્થળોની પગપાળા યાત્રા પુરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો