તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાણીયાદમાં 10 લાખના દારૂનું કટિંગ થાય તે પહેલાં ઉમાપર પાસેથી ટ્રક, ડ્રાઇવર ઝડપાયા

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હરિયાણાથી દારૂ ભરી રાજસ્થાન-મધ્યપ્રદેશ ક્રોેસ કરી ગુજરાતમાં પ્રવેશ્યો
 • થાનના બુટલેગરે દારૂ મગાવ્યો હતો, ટ્રકચાલક દારૂ ઉતારીને પરત આવે એટલે રૂ.35 હજાર મળવાના હતા : પોલીસે 2832 દારૂની બોટલ અને 1872 બિયરનાં ટીન જપ્ત કર્યાં

સાયલા પાળીયાદ રોડ ઉપર પડાવ નાખીને બેઠેલી એલસીબી ટીમે દારૂ તથા બીયર ભરેલા આઇસર સાથે ડ્રાઇવરને પકડી દારૂના કટીંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ગાડી રોકવાનું કહેતા ચાલકે વાહન ભગાડી મૂકતા પીછો કરી આઇસરમાંથી 10 લાખના દારૂ સાથે કુલ 17.88.520 લાખની મત્તા જપ્ત કરાઇ છે.

અમદાવાદ-ચોટીલા હાઇવેથી ઝાલાવાડની સાથે સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે. આથી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ,પીએસઆઇ વી.આર.જાડેજા સહિતની ટીમને થાનમાં રહેતા વિજયભાઇ બહાદુરભાઇ ઘાઘલે મંગાવેલો દારૂનો મોટો જથ્થો સાયલાથી પાળીયાદ તરફ જવાનો હોવાની બાતમી મળતા ઉમાપર પાસે વોચ ગોઠવી હતી.

દરમિયાન યુપી પાસીંગની આઇસરને અટકાવવા પ્રયાસ કર્યો હતો. ચાલકે આઇસર મારી મુકી હતી. ફિલ્મીઢબે પીછો કરીને હરીયાણાના કરનાલમાં રહેતા વિરેન્દ્રસિંહ સુખદેવસિંહ શીખને દારૂની 2832 બોટલ અને બીયરની 1872 બોટલ કિ.રૂ. 10 લાખ સાથે કુલ રૂ.17.88.520નો મુદામાલ જપ્ત કર્યો હતો. ડ્રાઇવર વિરેન્દ્રસિંહ આ અગાઉ અંદાજે દોઢ મહિના પહેલા પણ જિલ્લામાં દારૂની ખેપ મારી હોવાનું ખૂલ્યું હતું.

દાહોદથી ગુજરાતમાં પ્રવેશ્યો
આરોપી વિરેનદ્રસીંગે જણાવ્યુ કે, ગાડી હરીયાણાના બહાદુરગઢ રોહતક રોડ,ગુડગાવથી દારૂ ભરીને આપી હતી અને ગુજરાતમાં જવાનું કહયુ હતુ. તે ત્યાથી નિકળ્યા બાદ સરતાજપુર થઇને રાજસ્થાનના જયપુર,કોટા થઇને એમપીમાં આવ્યો હતો. જયા ઇન્દોરથી દાહોદ સરહદેથી ગુજરાતમાં પ્રવેશ્યો હતો. ત્યાથી અમદાવાદ બગોદરા લીંબડી થઇને સાયલા પહોચ્યો હતો. છતા કોઇએ તેને રોકયો નહતો. આ ટ્રીપ મારી પરત આવે એટલે રૂ.35000 હજાર મળવાના હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો