કોરોના રસીકરણ:જિલ્લામાં રસીકરણનો કુલ આંક 23.68 લાખને પાર પહોંચ્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે 65 રસીકરણ કેન્દ્રો પર 6103 લોકોએ રસી મુકાવી
  • પ્રથમ ડોઝ લેનાર 12.02 લાખથી વધુ, બંને ડોઝ પૂરા કરનાર 11,66 લાખથી વધુ

જિલ્લામાં શુક્રવારે 65 કેન્દ્ર પરથી 6103 લોકોએ રસી લીધી હતી, જેના કારણે અત્યાર સુધીમાં જિલ્લાનું કુલ રસીકરણ 23.68 લાખથી વધુ થયું હતું, જેમાં પ્રથમ ડોઝ લેનારા 12.02 લાખ અને બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 11,66 લાખથી વધુ થઈ છે. રસી લેવામાં મહિલાઓની સરખામણીએ પુરૂષની સંખ્યા વધુ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણ ઘટાડવા વધુમાં વધુ લોકો રસીકરણ અભિયાનમાં જોડાય માટે વિવિધ આયોજનો હાથ ધર્યા હતા.જેમાં રસીકરણ કેમ્પ, સ્પેશ્યલ રસીકરણ ડ્રાઇવ, રાત્રી રસીકરણ સહિત કાર્યક્રમ યોજ્યા હતા. હાલ લોકોને હર ઘર દસ્તક કાર્યક્રમ થકી રસીકરણ અભિયાનમાં આવરવામાં આવી રહ્યા છે.

ત્યારે જિલ્લામાં શુક્રવારના રોજ 65 રસીકરણ કેન્દ્રો પર રસીમુકવાનુ હાથ ધરાયુ હતુ.જેમાં 6103 લોકોએ એક દિવસમાં રસી મુકાવી હતી.આથી જિલ્લામાં કુલ રસીકરણ અનંક 23,68,310 પર પહોંચી ગયો છે.જેમાં જેમાં 12,02,246 લોકોએ પ્રથમ અને 11,66,064 લોકોએ બીજો ડોઝ લીધો હતો.જિલ્લાના કુલ રસીકરણમાં જોઇએ તો 12,58,073 પુરૂષો અને 11,09,862 મહિલાઓએ રસીનો લાભ લીધો હતો. જેમાં 21,10,032 કોવિશિલ્ડ તેમજ કોવેક્સિનની 2,58,278 રસીના ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જિલ્લાના કુલ રસીકરણમાં 18-44 વયના 14,65,355, 45-60ની ઉંમરના 5,71,403 અને 3,31,552 લોકોનો સમાવેશ થયો હતો.હાલ કોરોનાનાનવા વેરીયન્ટ઼ ઓમીક્રોનના કેસો ગુજરાતમાં જોવા મળ્યા છે. સુરેન્દ્રનગરમાં હાલ સંક્રમણ નથી પરંતુ લોકોએ નિયમોનું પાલન એટલુજ જરૂરી છે.જેમાં હાથ ધોવા, માસ્ક પહેરી રાખવુ, સેનીટાઇઝ કરતા રહેવુ સહિત નિયમ પાલન જરૂરી છે.જ્યારે કોરોનાથી રક્ષણ આપતી રસી વારો આવ્યે લેવી પણ આવશ્યક બની છે.

હર ઘર દસ્તક અંતર્ગત 318 મેડિકલ ટીમો બનાવી બાકી રહેતા લોકોને રસી અપાશી
સુરેન્દ્રનરગ જિલ્લામાં રસીકરણમાં બાકી રહીજતા લોકોને રસીકરણમાં આવરી લેવા માટે તંત્રએ કમર કસી છે.જેના માટે હર ઘર દસ્તક કાર્યક્રમ યોજી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઘેર ઘેર ફરી જે લોકો રસી નથી લીધી તેમને પણ રસી આપવામાંઆવી રહી છે.જેના માટે 318 મેડિકલ ટીમો બનાવવામાં આવી છે.જ્યારે આરોગ્ય વિભાગે બાકી રહેતા લોકોને પણ ઝડપથી વેક્સીન મુકાવવા અનુરોધ પણ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...