હત્યારા ઝડપાયા:સુરેન્દ્રનગરના નાગડકા ગામમાં ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારનાર ત્રણેય આરોપી બોટાદથી ઝડપાયા

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાગડકા ગામમાં ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારનાર ત્રણેય આરોપી બોટાદથી ઝડપાયા - Divya Bhaskar
નાગડકા ગામમાં ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારનાર ત્રણેય આરોપી બોટાદથી ઝડપાયા
  • વહેલી સવારે શાર્દુલભાઈ જેબલિયા ઉપર ત્રણ ઈસમોએ ફાયરિંગ કર્યું હતું

સુરેન્દ્રનગરના નાગડકા ગામમાં વહેલી સવારે શાર્દુલ ભાઈ જેબલિયા ઉપર ત્રણ ઈસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગના બનાવમાં યુવકને મોતને ઘાટ ઉતારનાર ત્રણેય આરોપી બોટાદથી ઝડપાયા હતા.

સુરેન્દ્રનગરના નાગડકા ગામમાં વહેલી સવારે શાર્દુલ ભાઈ જેબલિયા ઉપર ત્રણ ઈસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આરોપી મુન્નાભાઈ વલકુ ઉદયભાઇ વલકું અને રઘુભાઈ વલકુંની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે હત્યાના બનાવ બાદ ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.

સુરેન્દ્રનગરના નાગડકા ગામમાં ફાયરિંગના બનાવમાં યુવકને મોતને ઘાટ ઉતારનાર ત્રણેય આરોપી બોટાદથી ઝડપાયા હતા. પોલીસ દ્વારા સમગ્ર ગુજરાતમાં આદેશ આપ્યા બાદ નાકાબંધી કરવામાં આવી હતી અને હાઇવે ઉપર નાકાબંધી કરાઇ હતી.

અંધાધૂંધ ફાયરિંગ કરનાર ત્રણેય ઈસમોને પોલીસે ઝડપી લીધા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંગત અદાવતમાં ફાયરિંગ કર્યા હોવાની વિગત મળી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના નાગડકા ગામે ધોળા દિવસે હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...