અનલોક:મંદિરને ભક્ત મળ્યા, વેપાર-ધંધાને ઑક્સિજન

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની બીજી લહેર હળવી થતાં રાજ્ય સરકારે શુક્રવારથી તમામ બજાર અને ધંધા-રોજગાર સંપૂર્ણ રીતે ખુલ્લા રાખવાની છૂટ આપતાં વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. પ્રથમ દિવસે શહેરના રસ્તાઓ ઉપર લોકોની ભીડ અને ટ્રાફિક જોવા મળ્યો હતો. દુકાનોમાં પણ ગ્રાહકો ઊમટી પડ્યા હતા. જોકે સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. બીજી બાજુ ખાપીપીણી બજારમાં ખૂબ ઓછી ઘરાકી જોવા મળતા માત્ર 30 ટકા જેટલો જ વ્યાપાર થયો હતો. સુરેન્દ્રનગર શહેરના મંદિરો સરકારી ગાઇડલાઇન મુંજબ કોરોના કાળ દરમિયાન બંધ હતા.

જેને ભક્તોના દર્શન માટે આજે ખુલ્લા મુકવામાં આવતા ભક્તોએ સોશીયલ ડિસ્ટન્સની જાળવણી અને નિયમોના પાલન સાથે દર્શન લાભ લીધો હતો. સુરેન્દ્રનગરના વડવાળા દેવ મંદિર દુધરેજધામ, ઉમીયામાતાજી મંદિર, ગણપતિ ફાટસર મંદિર, વાસુપુજ્યદેરાસરજી સહિતના મોટાભાગના મંદિરો અને ધાર્મિક સ્થળો ભક્ત જનો માટે ખુલ્લા મુકાયા હતા. જેમાં મંદિરમાં દરેક ભક્તોએ પ્રવેશ પહેલા હાથ સેનેટાઇઝ કરવાની સુવિધા સાથે દરેક મંદિરમાં સોશીયલ ડિસ્ટન્સની જાળવણી કરવા અપીલ કરવામાં આવી હતી. જ્યારે ભક્તોએ દર્શન કર્યાબાદ પોતાની સાથે લાવેલ પ્રસાદ પણ સાથે લઇ જવાનું જણાવાયુ હતુ. શુક્રવારથી શહેરની તમામ બજારો પુરા સમય માટે ખોલવાની છુટ આપી હતી. જેમાં બાકીની દુકાનો તો સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી.

જયારે શહેરની આગવી ઓળખ એવી રાત્રી ખાણીપીણી બજારને સૌથી મોટો ફટકો પડયો હતો. શુક્રવારે તમામ બજારો ખુલતાની સાથે શહેરના રસ્તાઓ ઉપર લોકોની ભીડ જામી હતી. ટાવરરોડ, ટાકીચોક, દેરાસર રોડ, પતરાવાળી હોટલ સહિત વઢવાણની બજારોમાં ટ્રાફિક જોવા મળ્યો હતો. દુકાનોમાં પણ ગ્રાહકો ખરીદી કરતા જોવા મળ્યા હતા. શહેરના રસ્તાઓ ઉપર લોકોની જામેલી ભીડમાં કોરોનાની ગાઇડલાઇન ભુલાઇ ગઇ હતી. જાણે જિલ્લામાંથી કોરોના જતો રહ્યો હોય તેમ લોકો ફરી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...