હવામાન:સતત બીજા દિવસે તાપમાનમાં વધારો ,1 દિવસમાં 1.6 ડિગ્રી વધ્યું

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે લઘુતમ તાપમાન 26.9, મહત્તમ 42.9 ડિગ્રી
  • આગામી 5 દિવસ તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત તાપમાનમાં ઘટાડો નોંધાઇ રહ્યો હતો. ત્યારે જિલ્લામાં મંગળવાર બાદ બુધવારે તાપમાનનો પારો ઉંચકાયો હતો. જેમાં બુધવારે લઘુતમ તાપમાન 26.9 અને મહત્તમ તાપમાન 42.9 નોંધાયું હતું. જ્યારે લોકોએ સવારથી સાંજ સુધીમાં 16 ડિગ્રી તાપમાનમાં ફેરફારનો અનુભવ કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષ મે મહિનો શરૂઆતથી આકરો તપ્યો હતો મહિનાના બાકીના 15 દિવસ દરમિયાન તાપમાનનો પારો સતત ઘટવાની સાથે 15 દિવસમાં 5 ડિગ્રી ઘટાડા સાથે 41 ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો. આથી છેલ્લા 5 દિવસથી વાળદછાયા વાતાવરણ વચ્ચે ભેજ અને હવાની ગતિ પણ વધતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી હતી.

આથી જિલ્લામાં સતત 3 દિવસ સુધી તાપમાન 41 ડિગ્રી રહ્યું હતું.પરંતુ મંગળવારે મહિનાના છેલ્લા દિવસે તાપમાનમાં 0.3 ડિગ્રી વધારો થયો હતો. જે બીજા દિવસે પણ સતત યથાવત્ રહેતા તાપમાન 1.6 ડિગ્રી વધ્યું હતું. જેમાં બુધવારે લઘુતમ 26.9 અને મહત્તમ 42.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવાની ગતિ 24 કિમી અને હવામાં ભેજનું પ્રમાણ 33 ટકા નોંધાયું હતું.

જિલ્લાવાસીઓએ સવારથી સાંજ સુધીમાં 16 ડિગ્રી તાપમાનમાં ફેરફારનો અનુભવ કર્યો છે. જ્યારે આગામી 5 દિવસ તાપમાન 42થી 43 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જ્યારે હવામાં ભેજની ટકાવારીમાં પણ ઘટાડો સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...