હવામાન:ઝાલાવાડવાસીઓ શેકાયા ગુરુવારે તાપમાન 46 ડિગ્રીએ રહ્યું

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિટવેવ યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી
  • ગુરૂવારે લઘુતમ 28.3 અને મહત્તમ 46 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમી ધરાવતો જિલ્લો

સુરેન્દ્રનગર જિલ્લામાં મે મહિનાની શરૂઆતથી ગરમીનો પારો સતત વધી રહ્યો છે.જેમાં બુધવારે આ વર્ષનું સૌથી વધુ તાપમાન નોંધાયુ હતુ.જે બીજા દિવસે પણ યથા વત રહેતા લઘુતમ તાપમાન 28.3 અને મહત્તમ તાપમાન 46 ડિગ્રી નોંધાયુ હતુ.જ્યારે હવાની ગતી 16 કિમી અને હવામાં ભેજ 32 ટકા રહ્યો હતો.આગામી સમયમાં જિલ્લાનું તાપમાન પાંચ દિવસ વધતુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ઝાલાવાડમાં આ વર્ષ ઉનાળો આ વર્ષ આકરો તપવા સાથે શરૂઆતથી ગરમીનો પારો સતત વધ્યો હતો.જેમાં એપ્રિલ મહિનો પણ સતત ગરમી અને બફારામાં વધારો કરી વિદાય લીધી હતો.લોકોને મે મહિનામાં ગરમીથી રાહત મળે તેવી આશા હતી પરંતુ એક બે દિવસ તાપમાન સ્ટેબલ રહ્યા બાદ મે મહિનામાં પણ આકરી ગરમી ચાલુજ રહી હતી.

જેમાં સતત વધારો કરવા સાથે બફારો અને ગરમી સતત વધી રહી છે.ત્યારે બુધવારે આ સીઝનનું સૌથી વધુ તાપમાન 46 ડિગ્રી નોંધાયુ હતુ.જેમાં ગુરૂાવારે પણ ઝાલાવાડીઓને કુદરત રાહત આપવા ન ઇચ્છતી હોય તેમ વધારો થયો હતો.જિલ્લામાં ગુરૂવારે લઘુતમ તાપમાન 28.3 ડિગ્રી અને મહત્તમ 46 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.આ દિવસે જિલ્લા વાસીઓએ વહેલી સવારથી મોડી સાંજ સુધીમાં 17.7 ડિગ્રી તાપમાનમાં ફેરફારનો અનુભવ કર્યો હતો.આમ આગામી દિવસોમાં આ ગરમીનો પારો પણ આગળ વધતો રહેશેની હવામાન વિભાગે આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ દિવસ હિટવેવની આગાહી
ગુજરાત રાજ્ય હવામાન વિભાગે રાજ્યના પાંચ શહેરો અને સૌરાષ્ટ્ર કચ્છ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી પાંચ દિવસ સુધી હિટવેવ રહેવાની આગાહી કરી છે.જેમાં તા.13 મે થી 16 મે દરમિયાન જિલ્લામાં હવામાન શુષ્ક અને રહેવા સાથે સીધો તાપ પડવાની શક્યતાઓ જણાવી છે.જેમાં તા.13 અને 14 બંન્ને દિવસો હિટવેવ જેવી સ્થિતિ હોવાથી લોકોને વધુ સાવચેતી રાખવા આહવાન કરાયુ છે.

મે મહિનાના 12 દિવસમાં હવાની ગતી અને ભેજમાં ધરખમ ઘટાડો
વાતાવરણમાં ગરમી અને બફારાનું પ્રમાણમાં વધઘટ લાવનાર પરીબળોમાં બે મુખ્ય પરીબળ હોય છે. હવાની ગતી અને વાતાવરણમાં રહેલો ભેજ. ઝાલાવાડ સુકો મલક હોવાથી અહીં હવામાં ભેજનું પ્રમાણ ઓછુ રહે છે.જિલ્લામાં 12 દિવસમાં હવાની ગતીમાં 12 કિમીનો ઘટાડો આવ્યો છે.જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 19 ટકા જેટલુ ઘટી ગયુ છે.આમ સતત હવાની ગતી અને ભેજ ઘટતા વાતાવરણમાં નમી ઘટતા બફારો અને ગરમી વધુ લાગી રહી છે.

જિલ્લામાં વહેલી સવાર બાદના તાપમાનમાં વઘારો નોંધાયો
જિલ્લામાં સતત વધતા તાપમાન સાથે લોકો ઉકળાટનો પણ અનુભવ કરી રહ્યા છે.ત્યારે જિલ્લમાં નોંધાતુ મહતમ તાપમાસ સાથે લઘુતમ તાપમાન પણ વધી રહ્યુ છે.લઘુતમ તાપમાન એટલે સવારે 8 કલાકથી બપોરના 12 કલાકનું તાપમાન નોંધાય તેને લઘુતમ તાપમાન કહે છે.જિલ્લામાં 12 દિવસમાં આ તાપમાન 3 ડિગ્રી જેટલુ વધી ગયુ છે.આથી લોકો સવારે ઘરેથી નિકળવાના સમયથી જ ગરમી અને બફારો અનુભવી રહ્યા છે.જે બપોરે તો અસહ્ય તડકામાં ફેરવાઇ જતા બહાર નિકળવાનું પણ ટાળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...