તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડબલઋતુનો અનુભવ:જિલ્લામાં તાપમાનના પારામાં વધારો, 5 દિવસ ઘટાડા બાદ છઠ્ઠા દિવસે તાપમાન 2 ડિગ્રી વધ્યું

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રવિવારે મહત્તમ 33.4 અને લઘુત્તમ 18.4 ડિગ્રી નોંધાયુ

જિલ્લામાં ડીસેમ્બર માસની શરૂઆત સાથે ફરી ઠંડીની મૌસમ ખીલી છે. છેલ્લા પાંચ દિવસથી તાપમાનનો પારો ઉત્તરોત્તર ઘટતો રહ્યો છે. તા. 1 ડિસેમ્બર કરતા 5 ડિસેમ્બર સુધી તાપમાન સતત ઘટતા ઓછુ તાપમાન નોંધાયુ હતુ. જયારે રવિવારે તાપમાનમાં બે ડિગ્રી વધારો થતા મહતમ 33.4 અને લધુતમ 18.4 નોંધાતા હાલ લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં નવેમ્બર માસના અંતમાં ગરમીનો પારો વધ્યો હતો. જયારે લઘુત્તમ તાપમાન પણ ઉપર જતા લોકો ગરમીનો અહેસાસ કરતા હતા. ત્યારે ડિસેમ્બર માસની શરૂઆતથી ઠંડી વધવાની શરૂ થઇ છે. 1 ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન 19.8 નોંધાયુ હતુ. જે તા. 5 ડિેસેમ્બરે ઘટીને 16.8 નોંધાતા છેલ્લા 5 દિવસમાં તાપામનનો પારો 3 ડીગ્રી નીચે આવ્યો છે.

બીજી તરફ જિલ્લામાં મહત્તમ તાપમાન 33 અને 34 ડીગ્રી આસપાસ રહેતા લોકોને બપોરે ઉનાળા જેવુ લાગતા ડબલ ઋતુનો અનુભવ થાય છે. ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનુ જોર વધે છે. જ્યારે 6 ડિસેમ્બર રવિવારે તાપમાન બે ડિગ્રીના ફેરફાર સાથે મહતમ 33.4 અને લઘુતમ 18.4 રહ્યુ હતુ. સુરેન્દ્રનગર જિલ્લામાં સારા એવા પ્રમાણમાં જીરૂનુ વાવેતર થયુ છે. ત્યારે ઠંડી વધવાથી જીરાના પાકને ફાયદો થશે તેવુ ખેડૂતોનું માનવુ છે.

તાપમાનમાં વઘ-ઘટ તારીખ મહત્તમ લઘુત્તમ 1 ડીસેમ્બર 33.8 19.8 2 ડિસેમ્બર 33.8 18.2 3 ડિસેમ્બર 34.2 17.3 4 ડિસેમ્બર 34.3 16.9 5 ડિસેમ્બર 34.4 16.8 6 ડિસેમ્બર 33.4 18.4

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો