તાપમાનમાં ફેરફાર:જિલ્લામાં 5 દિવસમાં 4 ડિગ્રી તાપમાન ઘટ્યું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો વધતા વધતા સતત 2 દિવસ 46 ડિગ્રી સુધી તાપમાન રહ્યું હતું. જ્યારે છેલ્લાં 5 દિવસ શાંતિ આપનાર રહ્યા છે. 5 દિવસમાં હવાની ગતિ 10 કિમી વધી અને 10 ટકા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. 5 દિવસમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટી ગયું છે. સોમવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી હતું.

ગુરુવાર, શુક્રવારે તાપમાન સતત 46 ડિગ્રી રહેતા સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં સૌથી ગરમ જિલ્લા તરીકે નોંધાયો હતો.શુક્રવારથી સતત ગરમીનો પારો ગગડવાની શરૂઆત થઇ છે. જેના કારણે ગરમીનો પારો 5 દિવસમાં 4 ડિગ્રી ઘટી ગયો હતો. હવાની ગતિમાં 10 કિમીનો વધારો થવા સાથે હવામાં ભેજનું પ્રમાણ 10 ટકા જેટલુ વધી ગયું હતું.

આમ જિલ્લાવાસીઓને છેલ્લાં 5 દિવસથી ગરમીમાં આંશિક રાહત મળી છે. સોમવારના રોજ જિલ્લાનું તાપમાન લઘુતમ 27 ડિગ્રી અને મહત્તમ 42 ડિગ્રી રહ્યું હતું. જ્યારે હવાની ગતીિ 21 કિમી અને ભેજનું પ્રમાણ 19 ટકા રહ્યું હતું. જિલ્લાવાસીઓ છેલ્લા 5 દિવસમાં એવરેજ સવારથી સાંજ સુધીમાં 15 ડિગ્રી તાપમાનમાં ફેરફાર અનભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...