લ્યો બોલો!:ગણપતિ ફાટસર પાસે અંડરબ્રિજ બનાવવાની વાત લોલીપોપ નીકળી, આદેશ કરો તો સારૂ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિકની સમસ્યાને લઇ દોઢ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની જાહેરાત થઇ હતી
  • રોજ 22 ટ્રેનો પસાર થતા ફાટકે અંડરબ્રિજ બનાવવા નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં ભાવનગરથી સુરેન્દ્રનગર તરફ રેલવેલાઇન પસાર થાય છે. ત્યારે ગણપતિ ફાટસર વિસ્તાર પાસે ફાટક નં. 108/એ.બી. અન્ડર બ્રીજ બનાવવા માટે રહીશો દ્વારા અંદાજે ત્રણ વર્ષ પહેલા વઢવાણ પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં 24 કલાકમાં અંદાજે 22 ટ્રેનો દોડી રહી છે. પરિણામે ઘણા સમય માટે ગણપતિ ફાટસર વિસ્તારનું ફાટક બંધ રહેવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે . જ્યારે નગરપાલિકા, શાળા, કોલેજ, ખાનગી તથા સરકારી હોસ્પિટલ, સરકારી કચેરી, શાકમાર્કેટ વગેરે કામો માટે આ ફાટક ફરજીયાત પસાર કરવાની થાય છે તેમ જણાવાયુ હતુ.

ત્યારે આ બાબતની ગંભીરતા લઇને પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, વઢવાણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ દવે, સદસ્યો અને વિસ્તારના રહીશો દ્વારા સરકારમાં આ અંગે તે સમયે રજૂઆત કરી હતી. અને આ વિસ્તારમાં અંદાજે 1.50 કરોડના ખર્ચે આગામી દિવસોમાં અન્ડરબ્રીજ બનવાના સમાચારથી ત્રણ વર્ષ પહેલા શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. પરંતુ આ લોલીપોપ અમને અજમ નથી થયાની રાવ સાથે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, પ્રાંત અધિકારી, ચીફઓફિસરને લેખિતમાં એસ.જી.રાઠોડ, વિશાલભાઈ વાઘેલા વગેરે રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં જણાવાયા મુજબ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલી રેલવે ફાટક પરથી 22થી વધુ ટ્રેનો પસાર થાય છે. જ્યાંથી પસાર થતા લોકોને અસુવિધા થતી હોવાથી રજૂઆત કરતા ત્રણ વર્ષ અગાઉ ગણપતિ ફાટક પર બ્રીજ બનવા અંગે જાહેરાત કરવામાં આવી હતી. પણ હજુ સુધી કોઇ પગલા લેવામાં આવ્યા નથી. અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અન્ય સમાચારો પણ છે...