તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણમાં મીઠી વીરડી:રણમાં 35 કી.મી પાઇપલાઇનમાં 32 ચકલા લગાવી આપતાં આપતાં અગરિયાઓના જીવનમાં સોનાનો સુરજ ઉગ્યો

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
 • અત્યાસુધી 20 દિવસે એક વખત મળતું હતું પાણી
 • સોલાર સિસ્ટમ આવતા વિજળી પણ મળતી થઇ

રણમાં આઝાદી પહેલાંથી મીઠું પકવતા અગરિયાઓ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી અઢારમી સદીમાં જીવતા હોય તેવો અનુભવ કરી રહ્યાં હતાં. જ્યારે હવે પાણી પુરવઠા વિભાગ દ્વારા અગરિયાઓને 35 કિ.મી. પાઇપલાઇનમાં 32 ચકલા લગાવી પીવાનું પાણી પુરૂ પડાતા તેમના જીવનમાં સોનાનો સુરજ ઉગ્યો છે.

ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં અંદાજે 2000 અગરિયા પરિવારો પોતાના પરિવારજનો સાથે રણમાં કંતાનનું ઝુંપડુ બાંધી કાળી મજૂરી કરી સફેદ મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે. રણમાં મીઠું પકવતા ગરીબ અને પછાત અગરિયા રસ્તા, પાણી અને વિજળી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી અઢારમી સદીમાં જીવતા હોય તેવુ લાગે છે. જોકે, સોલાર સિસ્ટમ આવતા અગરિયાઓને વિજળી મળતી થઇ હતી.

અત્યાસુધી 20 દિવસે એક વખત મળતું હતું પાણી
જ્યારે પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જી.એન.પટેલ અને મોરીભાઇ સહિતના સ્ટાફ દ્વારા ખારાઘોડા સરકારી રણથી ભનુ જોગડ શક્તિ રણ સુધી 35 કિ.મી.માં જોઇન્ટ રીપેરીંગ કરી વિવિધ જગ્યાએ મળીને કુલ 32 નવા ચકલા મુકવામાં આવતા મીઠું પકવતા અગરિયાઓને રણમાં બેઠા પીવાના પાણીની સુવિધા પુરી પડાતા અગરિયાઓના જીવનમાં સોનાનો સુરજ ઉગ્યો છે. અત્યાર સુધી આ અગરિયાઓને પાણી પુરવઠા વિભાગ દ્વારા ચાર ટેન્કરો દ્વારા 20 દિવસે એક વખત ઝુંપડે-ઝુંપડે ફરી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હતું, પણ રણમાં ગરમીની શરૂઆત થતાં અગરિયા સમુદાય માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા વધુ એક ટેન્કર પણ ફાળવવામાં આવ્યું છે.

સોલાર સિસ્ટમ આવતા વિજળી મળતી થઇ
રણમાં ક્રુડ ઓઇલ દ્વારા એન્જીનથી કૂવા ખોદી ડીગ્રીવાળા પાણીથી મીઠું પકવતા અગરિયા સમુદાયને રાજ્ય સરકાર દ્વારા મીઠું પકવવા 80 % સબસીડી સાથે સોલાર સિસ્ટમની સુવિધા પુરી પડાતા હવે અગરિયાઓને રણ બેઠ‍ા વિજળીની સુવિધા મળી છે. જેથી અગરિયાઓ હવે લાઇટના અજવાળે રણ બેઠા ટીવી જોતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો