વિરોધ:જિલ્લાના STના કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ નિભાવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 23 સપ્ટેમ્બરના બદલે 8 ઓક્ટોબરે એસટીના પૈડાં થંભી જશે 6 દિવસ સુધી કાળી પટ્ટી ધારણ કરી રિશેષમાં સૂત્રોચ્ચરો કરશે

સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ માંગને લઇને એસટીના સંગઠનો દ્વારા આંદોલનની ચીમકી અપાઇ હતી. પરંતુ હાલ રાજકીય પરિસ્થિતિ અને અતિભારે વરસાદના કારણે આ આંદોલનના કાર્યક્રમોમાં ફેરફાર થતા હવે તા. 8 ઓક્ટોબરના રોજ એસટી બસોના પૈડાઓ થંભી જશે. જ્યારે ગુરૂવારથી જ જિલ્લાના તમામ એસટી કર્મીઓએ કાળીપટ્ટી ધારણ કરી ફરજ સાથે તેમજ રિશેષના સમયે સૂત્રોચ્ચારો કર્યા હતા. એસટીના ખાનગીકરણ તેમજ વિવિધ માંગોને લઇને એસટીના ત્રણેય યુનિયનો દ્વારા જિલ્લામાં આગામી તા. 23 સપ્ટેમ્બરે આંદોલનની ચીમકી આપી હતી.

પરંતુ હાલમાં ગુજરાત રાજ્યની રાજકીય પરિસ્થિતિ અને રાજ્યમાં પડેલા અતિભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થઇ હોવાની સહિતની બાબતોને ધ્યાને લઇને આ સંગઠનો દ્વારા આપેલા આંદોલનાત્મક કાર્યક્રમોમાં ફેરફાર કરાયા છે. જેમાં 16-9-2021થી તા. 24-9-2021 સુધી કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજો બજાવશે. તા. 27-9-2021 થી તા. 1-10-2021 સુધી નિગમના તમામ કર્મચારીઓ રિશેષ સમય દરમિયાન સ્વંયભૂ રીતે જોડાઈને સૂત્રોચ્ચાર કરશે.

તા. 4-10-2021થી તા. 7-10-2021 સુધી તમામ કર્મીઓ રિશેષ સમય દરમિયાન સ્વયંભૂ જોડાઇને ઘંટનાદ કરશે. તા. 7-10-2021ની મધ્યરાત્રિ 00-00 કલાકથી એટલે કે તા. 8-10-2021ના રોજ નિગમના તમામ કર્મીઓ સ્વયંભૂ રીતે માસ સીએલ પર જશે. આમ છતા કર્મીઓના પ્રશ્નોનો નિકાલ ન આવવાની પરિસ્થિતિએ કર્મીઓ અચોક્કસ મુદત સુધી સ્વંયભૂ રીતે માસ સીએલ પર રહેશે. આથી આગામી સમયમાં હવે જિલ્લાના માર્ગો પર દોડતી એસટી બસોના પણ પૈડાઓ થંભી જશે.

અન્ય સમાચારો પણ છે...