મતાધિકાર:ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવનારા જવાનોએ બેલેટથી મતદાન કર્યું

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ દિવસે 69 ટકા મતદાન થયું
  • કુલ 3453 કર્મીમાંથી 2400 કર્મીએ મતદાન કર્યું
  • પોલીસ હેડક્વાટરે 2 દિવસ માટે મતદાન થશે

જિલ્લામાં ચૂંટણી દરમિયાન પોલીસ, હોમગાર્ડ, જીઆરડી કર્મચારીઓ ફરજ બજાવનાર છે. ચૂંટણી પહેલા આ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા પોલીસ હેડક્વાટરે 2 દિવસ સુધી પોસ્ટ બેલેટથી મતદાન હાથ ધરાયું છે. જેમાં મંગળવાર 3453માંથી 2400 કર્મચારીએ મતદાન કરતા 69 ટકા મતદાન થયું હતું.

દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે. આ સમયે જિલ્લાના 1543 મતદાન મથકો પર પોલીસ અધિકારી, કર્મચારી, હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના જવાનોને ફરજ સોંપાઈ છે. ચૂંટણી સમયે ફરજ પર રહેનાર પોલીસ જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મંગળવાર, બુધવારે જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે મતદાનનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...