ચોરી:ચોટીલા ખાતેના દવાખાનામાં તસ્કરો ત્રાટક્યા

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલાના શાસ્ત્રી નગરમાં રહેતા ડોક્ટર જય મનોજભાઇ ગાંધી ખાંડી પ્લોટમાં ગાંધી ક્લિનીક નામથી દવાખાનુ ચલાવે છે. તેઓ તા.16 ના રોજ નિયમિત સમયે દવાખાને જઇ પ્રવેશ કરતા તેમની ચેમ્બરનો કાચ તુટેલ જોવા મળ્યો હતો. આથી તેઓએ ચેમ્બરનો દરવાજો ખોલી તપાસ કરતા તેની અંદર તમામ સામાન વેરવિખેત પડેલ જોવા મળતા અને ખાનામાં રાખેલ રૂપીયા જોવા મળતા અને દવાખાનાની પાછળનો શેરીનો દરવાજો ખુલ્લો હોવાનું જણાયુ હતુ.આ અંગે દવાખાનાના કલ્પેશભાઈ ગાંધીએ જણાવ્યુ કે, તસ્કરો કોઈ જાણભેદુ હોવાની આશંકા છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...