તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો શણગાર:લીંબડીના જગદીશ આશ્રમમાં આવેલા શિવ મંદિરમા ભારતીય ચલણી નોટોથી શણગાર કરાયો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લીંબડીના જગદીશ આશ્રમમાં આવેલા શિવ મંદિરમા ભારતીય ચલણી નોટોથી શણગાર કરાયો - Divya Bhaskar
લીંબડીના જગદીશ આશ્રમમાં આવેલા શિવ મંદિરમા ભારતીય ચલણી નોટોથી શણગાર કરાયો
  • 6 લાખ રૂપિયાની ચલણી નોટનો ઉપયોગ કરી શણગાર કરવામા આવ્યો

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમાં આવેલા જગદીશ આશ્રમ મંદિરમા ભારતની ચલણી નોટોથી અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. પવિત્ર શ્રાવણ માસના નાગપાંચમના દિવસે ભારતની ચલણી નોટો રૂપિયા એક, બે, પાંચ, દસ, વિસ, પચાસ, સો, પાંચસો, બે હજારની નોટો મળી રૂ. છ લાખનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો.

હાલમાં જોવા જોઈએ તો લીંબડીને એક છોટા કાશી તરીકેનુ બિરૂદ આપવામા આવ્યુ છે. લીંબડી કેમ છોટા કાશી ઓળખવામાં આવે છે ત્યારે જોવા જઈએ તો લીંબડીમા અલગ અલગ નવ નાથના મહાદેવ મંદિર આવેલા છે અને લીંબડીમાં અનેક અલગ-અલગ સમાજના ધર્મની મોટી ગાદીઓ પણ આવેલી છે. જ્યારે લીંબડીના નદીના સામા કાંઠે આવેલા જગદીશ આશ્રમ કે જ્યાં મહાદેવનું ભવ્ય મંદિર આવેલુ છે. આજે નાગ પાચમ દિવસે ભારતની ચલણી નોટો જેવી કે, 1, 2, 5, 10, 20, 50, 100, 500, 2000ને લઈ મહાદેવના મંદિરમાં આશરે રૂ. 6 લાખનો શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર કરવા માટેનો હેતુ કે, સમગ્ર ભારતમા કોરોનાનો મહા રોગ દૂર થાય, લોકોને સુખ શાંતિ મળી રહે તે માટે મહાદેવજીને પ્રાર્થના કરીને જગદીશ આશ્રમમાં મહાદેવના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જે લીંબડી નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ અંગે લીંબડી જગદીશ આશ્રમ મંદિરના પૂજારી પરેશભાઈ શુક્લે જણાવ્યું કે, લીંબડી ખાતે જગદીશ આશ્રમના મહાદેવ મંદિર હજારો શિવભક્ત શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. અહીં પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાર્થીઓ મહાદેવ મંદિરે દર્શન કરવા આવે છે. અહીં રોજ દાદાને અનોખી રીતે શણગાર કરવામાં આવે છે. આજે પવિત્ર શ્રાવણ માસના નાગ પાંચમના દિવસે દાદાને રૂ. એક,બે,પાંચ,દશ,વિસ,પચાસ,સો,બસો,પાંચસો અને રૂ.બે હજારની તમામ ચલણી નોટો મળી રૂ. છ લાખની ચલણી નોટોનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. અને સાથે દાદાને સૌના સારા આરોગ્ય અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...