તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી કળા:મોરબીના શિલ્પકારે ચોક પર માત્ર બે સેન્ટીમીટરની ભગવાન કૃષ્ણ, સુભદ્વા અને બલરામની મૂર્તિ બનાવી

સુરેન્દ્રનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોરબીના શિલ્પકારે ચોક પર માત્ર બે સેન્ટીમીટરની ભગવાન કૃષ્ણ, સુભદ્વા અને બલરામની મૂર્તિ બનાવી - Divya Bhaskar
મોરબીના શિલ્પકારે ચોક પર માત્ર બે સેન્ટીમીટરની ભગવાન કૃષ્ણ, સુભદ્વા અને બલરામની મૂર્તિ બનાવી
  • શિલ્પકારે ભગવાનની મૂર્તિઓ બનાવી અનોખા ભક્તિભાવનો પરિચય આપ્યો

આજે અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રંગેચંગે શોભાયાત્રા નીકળી રહી છે. ત્યારે મોરબીના એક શિલ્પકારે માત્ર બે સેન્ટીમીટરના ચોક ઉપર કોતરણી કરી કૃષ્ણ, સુભદ્રા અને બલરામની અદભૂત મૂર્તિઓ બનાવી પોતાનો ભક્તિભાવનો પરિચય આપ્યો છે.

આજે અષાઢી બીજનો તહેવાર છે. આ તહેવાર ભગવાન જગન્નાથ એટલે કે શ્રીકૃષ્ણ, તેમના બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્ર સાથે સંકળાયેલો છે. ત્યારે મોરબી તાલુકાના મકનસર ગામમાં રહેતા શિલ્પકાર કમલેશ અમૃતલાલ નાગવડિયા (પ્રજાપતી)એ પોતાની કલા કારીગરીથી માત્ર બે સેન્ટીમીટરના ચોક ઉપર કોતરણી કરી જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના સુંદર શિલ્પ બનાવ્યા છે. કમલેશભાઈએ આ રીતે મૂર્તિઓ બનાવી શિલ્પકળામાં પોતાની આવડત અને અનુભવની સાથે ભગવાન પ્રત્યે પોતાની ભક્તિ પ્રસ્તુત કરી છે.

અન્ય સમાચારો પણ છે...