તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદર્શ શાળા:ગુજરાતની ટોપ ફાઇવ બેસ્ટ ગાર્ડન કેમ્પસ ધરાવતી શાળામાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સરોડી ગામની શાળાને મળ્યું સ્થાન

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
ગુજરાતની ટોપ ફાઇવ બેસ્ટ ગાર્ડન કેમ્પસ ધરાવતી શાળામાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સરોડી ગામની શાળાને મળ્યું સ્થાન
  • 1500થી 2000 જેટલા વૃક્ષો, શાળામાં બાળકોની સંખ્યા 450
  • બહાર 43થી 44 ડિગ્રી હોય તો શાળામાં 37થી 38 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય છે

ઇંડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની જુદીજુદી શાળાઓના ગાર્ડનની વિગતો મંગાવાઇ હતી. જેમાં ગુજરામાંથી 5 શાળાઓની પસંદગી કરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢના સરોડીની પ્રાથમિક શાળાની પસંદગી થતા બેસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ શાળામાં વિદ્યાર્થીઓ કરતા વૃક્ષોની સંખ્યા વધારે જોવા મળે છે. અંદાજે 8 વિધા જમીનમાં પથરાયેલી આ શાળાના પ્રાંગણમાં ઔષધિ,અને ફળ,ફૂલ અને શાકભાજી મળીને 1500થી 2000 જેટલા વૃક્ષો છે. આ શાળામાં બાળકોની સંખ્યા 450 છે. આમ વિદ્યાર્થી કરતા ત્રણ ગણી વૃક્ષોની સંખ્યા છે. બાળકોને વૃક્ષારોપણ માટે પ્રેરવા રોપા આપી ઉછેર કરવા અપીલ કરવામાં આવે છે. આમ સતત વૃક્ષોની સંખ્યા વધતા ઉનાળામાં ગરમીમાં જો બહાર 43થી 44 ડિગ્રી હોય તો શાળામાં 37થી 38 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોય છે.આવો સ્પષ્ટ ફરક પણ જોવા મળે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશનના અને આઇઆઇટી ગાંધીનગર, એસએએસસી ડબલ્યુના હેડ ડો.મેહુલ દવે, ડિપાર્ટમેન્ટ અને એમ.એસ.દર્શના લીખડા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરફથી સમગ્ર ગુજરાતભરની કુલ 180 શાળાઓમાંથી વિગતો મંગાવી 5 શાળાની બેસ્ટ ગાર્ડન એવોર્ડ માટે પસંદગી કરવાની હતી. આ અંગે શાળાના આચાર્ય કેતન ભાઈ ગદાણીએ જણાવ્યું હતું કે, ગાર્ડન બનાવવામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સી.ટી.ટુંડિયા, પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકરી ગઢવીભાઇ, બીઆરસી પ્રવિણભાઇ સહિતનાઓએ તાલુકા કક્ષાએ પ્રોત્સાહન આપ્યું હતું તેમજ શાળાના સ્ટાફના નટુકાકા, લાભુબેન, હિતેશભાઈ, જાગૃતિબેન, તરલાબેન, પ્રિયાબેન,મોપમીબેન, કોમલબેન, શક્તિગૃપ મંડળ, ભીમગૃપ સહિતનો સહકાર મળતા વૃક્ષારોપણ શરૂ કર્યું હતું.

ઔષધી બાગમાં અરડૂસી, અશ્વગંધા,પર્સટતી, ગિલોય, એલોવીરા, તુલસી, મિન્ટ, શતાવરી, અજમો, ડમરૂ જેવી વિવિધ ઔષધિઓ પણ વાવી છે. કિચન ગાર્ડનમાં કોબી, ફુલાવર, ટમેટા, રિંગણ જેવા વિવિધ શાકભાજીનું વાવેતર કરાયું છે. શબરીની ઝૂંપડી, પંપા સરોવર, વાસના વિવિધ ગેટ પણ બનાવાયા છે. આમ શાળાને શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર અપાશે. આ શાળામાં ભણી ચુકેલા વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત આસપાસના સ્થાનિક લોકો પણ અહીં થયેલ સુંદર આયોજનથી આનંદિત છે. અને શાળાના કેમ્પસમાં પોતપોતાની રીતે સેવા આપે છે. અને સમય મળ્યે નિંદામણ દૂર કરવા સહિતના પોતાને યોગ્ય કામ કરી જાય છે.

અન્ય સમાચારો પણ છે...