તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:જિલ્લામાં 2 દિવસ ચાલે તેટલી જ રસી ,રોજ 1400 લોકોને અપાય છે

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
વઢવાણ ઘરશાળા વેક્સિનેશન કેન્દ્ર પર ભીડ ઊમટતા સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું ન હતું. - Divya Bhaskar
વઢવાણ ઘરશાળા વેક્સિનેશન કેન્દ્ર પર ભીડ ઊમટતા સોશિયલ ડિસ્ટન્સનું પાલન થયું ન હતું.
 • રસીકરણ અભિયાનને જ વેક્સિનની જરૂર : જિલ્લામાં 3.5 મજિનામાં 1.47 લાખનું જ વેક્સિનેશન થયું
 • જિલ્લાને 3-4 દિવસે 3000થી 6000 ડોઝનો જથ્થો મળે છે, 13.07 લાખ લોકોને રસી આપતાં 2.5 વર્ષ જેટલા સમય લાગે

કોરોના સામે રક્ષણ આપવા માટે રસીકરણ એક માત્ર ઉપાય છે ત્યારે જિલ્લામાં રસીકરણની ધીમી કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. જિલ્લામાં 16 જાન્યુઆરીથી રસીનો પ્રથમ ડોઝ આપવાનું શરૂ કરાયું હતું અને ત્યારથી આજ સુધીના 3.5 મહિનામાં તંત્ર દ્વારા 1.47 લાખ લોકોને રસી અપાઈ છે. મતદાર યાદી પ્રમાણે જિલ્લામાં 13.07 લાખ મતદાર છે. જિલ્લામાં 2 દિવસ ચાલે તેટલી જ રસી છે.

હાલમાં રોજ 1400 જેટલા લોકોને રસી અપાય છે, તે જોતાં 13.07 લાખ લોકોને રસી આપતાં હજુ આરોગ્ય વિભાગને 2.5 વર્ષ જેટલો સમય લાગે તેવી સ્થિતિ છે. તેમાંય બીજો ડોઝ તો માત્ર 32,500 જણાને જ મળ્યો છે. જિલ્લામાં 72 સરકારી કેન્દ્ર અને 2 ખાનગી કેન્દ્રમાં 222 કર્મચારી રસી આપવાનું કામ કરી રહ્યા છે. લોકોમાં જાગૃતિ આવી છે પરંતુ પૂરતા પ્રમાણમાં રસી ન હોવાથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે.

રાજ્યમાં રસીના ઉત્પાદન સામે માગ વધુ હોવાથી સ્ટોક પૂરો પાડી શકાતો નથી
‘રાજ્યમાં વર્તમાન સમયે વેક્સિનનું ઉત્પાદન થાય છે, તેની સરખામણીએ માંગ વધુ છે. જે ઉત્પાદન થાય છે તેનું જિલ્લાદીઠ વેચાણ કરવામાં આવે છે. આપણા જિલ્લાને 3 કે 4 દિવસે 3000થી 6000 હજાર ડોઝ ફાળવાય છે. રસીનો જથ્થો ફાળવાય છે તે પ્રમાણે આપીએ છીએ. 3 દિવસ પહેલાં ડોઝ ફાળવાયો હતો. વધુ જથ્થો ફાળવવા રજૂઆત કરી છે. ક્યાં સુધીમાં તમામ લોકોનું રસીકરણ કરવું તેનો કોઈ સમય નક્કી નથી.’ > ડૉ. ચંદ્રમણી, જિલ્લા આરોગય અધિકારી

ગાંધી હૉસ્પિટલમાં રસી નથી, ઘરશાળામાં લાઇનો
‘મારા પિતાજીને રસીનો બીજો ડોઝ લેવાનો છે. પહેલાં ગાંધી હૉસ્પિટલ ગયા હતા. ત્યાં કહે કે રસી નથી. ઘરશાળા જાવ. અહીંયાં આવ્યા તો લાંબી લાઇનો છે.’ > કુંજલબેન રાવલ

10 દિવસથી બીજા ડોઝ માટે આવું છું
‘રતનપરથી ઘરશાળા આવ્યો છું. મારે બીજો ડોઝ લેવાનો છે. જેની છેલ્લી તારીખ 3 મે હતી. રસી લેવાના મેસેજ મોકલે છે પરંતુ અહીંયાં રસી નથી, તેવું કહે છે.’ > મહેન્દ્રભાઈ, રતનપર

થાનમાં વેક્સિનનો પ્રચાર છતાં લોકો રસી મુકાવવા ઉદાસીન
તંત્ર દ્વારા થાન શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરાયા છે. આ અંગે મામલતદાર ચૌધરીભાઇએ જણાવ્યું કે, તાલુકા અધ્યક્ષ અને ટીડીઓ પરમાર તથા ટીમ શહેર તથા ગામોમાં માઇકથી લોકોને સંબોધી પિક્ચર બતાવી લોકોને વેક્સિન લેવા પ્રયાસ કરે છે, પરંતુ લોકો હજુ રસી લેવા ઉદાસીનતા બતાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો