તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇમારત ધરાશાયી:સુરેન્દ્રનગરના ખારાઘોડામાં અંગ્રેજોએ 1905માં બનાવેલા શોપિંગ મોલની છત ધરાશાયી, સદભાગ્યે જાનહાની નહીં

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના ખારાઘોડામાં અંગ્રેજોએ 1905માં બનાવેલો શોપીંગ મોલની છત ધરાશાઇ, સદભાગ્યે જાનહાની નહીં - Divya Bhaskar
સુરેન્દ્રનગરના ખારાઘોડામાં અંગ્રેજોએ 1905માં બનાવેલો શોપીંગ મોલની છત ધરાશાઇ, સદભાગ્યે જાનહાની નહીં
  • આ ઐતિહાસીક મોલની 10 દુકાનો આજેય ખારાઘોડાના ભવ્ય ભૂતકાળની ગવાહી પુરી પાડે છે

ભારતનો સૌ પ્રથમ શોપિંગ મોલ અંગ્રેજોએ સને 1905માં ખારાઘોડામાં બનાવ્યો હતો. આ શોપિંગ મોલની છત ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી. આ ઐતિહાસીક મોલની 10 દુકાનો આજેય ખારાઘોડાના ભવ્ય ભૂતકાળની ગવાહી પુરી પાડે છે.

આપને એ જાણીને નવાઇ લાગશે કે, ભારતનો સૌ પ્રથમ શોપિંગ મોલ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા નવાગામ ખાતે બનાવવામાં આવ્યો હતો. ખારાઘોડાનો આ શોપિંગ મોલ છેલ્લા 116 વર્ષથી અડીખમ રીતે ધમધમી રહ્યોં છે. હાલમાં પણ આ શોપિંગ મોલમાં ધમધમતી 10 દુકાનોમાં જીવન જરૂરીયાતની તમામ ચીજવસ્તુઓ મળી રહે છે. સને 1905માં બ્રિટિશ ગર્વમેન્ટ હસ્તક ચાલતી હિન્દુસ્તાન સોલ્ટ કંપનીએ આ શોપિંગ મોલ બનાવ્યો હતો. આ શોપિંગ મોલમાં આવેલી 10 ઊંચા ઓટલાવાળી દુકાનો વ્યવસ્થિત રીતે બનાવવામાં આવી હતી જેમાં બે દુકાનો વચ્ચે પુરતી જગ્યા રાખવામાં આવી હતી. દુકાનદારોને બેસવા માટે આ દુકાનોમાં ઊંચી બેઠક વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

ખારાઘોડામાં અંગ્રેજોએ 1905માં બનાવેલો શોપિંગ મોલની છત ધરાશાચી
ખારાઘોડામાં અંગ્રેજોએ 1905માં બનાવેલો શોપિંગ મોલની છત ધરાશાચી

ખારાઘોડાના સ્થાનિક લોકો તેને દેશના સૌથી જૂના મોલ તરીકે આજેય ઓળખે છે. આ બજારને 'બલકેલી બજાર' એવું નામ આપવામાં આવ્યું છે. એની વિગતવાર માહિતી આપતી તકતી પણ આ શોપિંગ મોલની બહાર ટોચ પર લગાવવામાં આવી છે. આ બજારમાં આવેલી દુકાનોના માલિકો પાછલા 30થી 35 વર્ષની માલિકી ધરાવે છે. આ શોપીંગ મોલની છત અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી. આ અંગે આ શોપિંગ મોલના દુકાનદાર રાજુ રાફુચા જણાવે છે કે, આજેય ખારાઘોડા હિંદુસ્તાન સોલ્ટ લિ. દર વર્ષે આ શોપિંગ મોલની દુકાનોના ભાડામાં અવિરત વધારો કરે છે પણ સુવિધાના નામે અહીં આજેય મીંડુ છે. આ શોપિંગ મોલની છત ધડાકાભેર ધરાશાયી થઇ હતી. એ સમયે બજાર બંધ હોવાથી સદભાગ્યે મોટી જાનહાની ટળવા પામી હતી.

કેમિકલની દુર્ગંધથી લોકોની આંખો બળવા લાગી
કેમિકલની દુર્ગંધથી લોકોની આંખો બળવા લાગી

અહીં કેમિકલની દુર્ગંધથી લોકોની આંખો બળવા લાગી
બુધવારે આ બલકેલી બજારની આજુબાજુમાં બ્રોમિન અને કેમિકલ ઢોળાવાની ઘટનાથી લોકોની આંખો બળવાની સાથે લાલચોળ બની જવા પામી હતી. લોકો ધોળા દિવસે પોતાની આંખો ચોળતા નજરે પડ્યાં હતા.

કેમિકલની દુર્ગંધથી લોકોની આંખો બળવા લાગી
કેમિકલની દુર્ગંધથી લોકોની આંખો બળવા લાગી
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો