તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:દોઢ વર્ષથી રોડ રિપેર ન કરાતાં સળિયા બહાર નીકળી ગયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર એનટીએમ સ્કૂલ પાસેની શૌચાલયની ગંદકી

સુરેન્દ્રનગરની એનટીએમ હાઇસ્કુલ પાસેનો રોડ દોઢ વર્ષ પહેલા વાયરના કામ માટે તોડાયો હતો. જે રિપેર ન કરાતા તેના સળિયા બહાર નીકળી ગયા છે. જ્યારે બાજુમાં આવેલ શૌચાલયની ગંદકી તેમાં પ્રસરે છે. આથી શાળાના આચાર્યએ પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી યોગ્ય કરવા માગ કરી હતી.

સુરેન્દ્રનગરની સૌથી જૂની અને મોટી હાઇસ્કૂલોમાંની એક શેઠ એન.ટી.એમ છે. ત્યારે આ શાળાની પાસેનો રોડ તોડી નાંખ્યાબાદ રિપેર ન કરાતા અને તેમાં ગંદકીના લીધે પરેશાની થતી હતી.આથી આચાર્યએ ચિફઓફિસરને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું કે શાળાની મેઇન ગેટ પાસેનો રોડ વાયર નાખવાના કામ માટે તોડી નખાયા બાદ દોઢ વર્ષથી યોગ્ય ન કરાતા સળિયા બહાર નીકળી ગયા છે. ખોદેલા રસ્તાનું સામાર કામ કરી ડામર રોડ બનાવવા તથા શાળા પાસેનું શૌચાલય અન્યત્ર ખસેડવા માગ કરી હતી. આ અંગે પાંચથી વધુ વખત રજૂઆત કરવા છતા યોગ્ય કાર્યવાહી ન કરાઇ હોવાથી હજુ નહીં કરાયતો પ્રશ્ન સંકલન સમિતિમાં રજૂકરવા જરૂરિયાત ઉભી થાય તેમ છે. જો વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા સરકારી કર્મીઓના આરોગ્ય કે શારીરિક ઇજા કે જાનહાનિ થાય તો સંપૂર્ણ જવાબદારી આપની રહેશેની નોંધ લેવા વિનંતી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...