અકસ્માતનો ભય:રોડ પહોળો બન્યો ને રસ્તા વચ્ચે જ વીજપોલ ઠેરનો ઠેર !

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણ-કોઠારિયા જતાં ફાર્મસી કોલેજની સામે રોડનું કામ પૂરું થયું

વઢવાણ-કોઠારિયા જતા ફાર્મસી કોલેજની સામે જ રોડનું કામ પૂર્ણ થઇ ગયું. પરંતુ રસ્તાની વચ્ચે જ જોખમરૂપ વીજપોલને દૂર ન કરવામાં આવતા હાલ તો અકસ્માતનો ભય રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં ફેલાયો છે. અને રોડ રસ્તાના કામ પૂર્ણ થઇ જાય છે. અને વચ્ચોવચ્ચ આવેલી અડચણરૂપ ચીજવસ્તુઓને દૂર કરવામાં ન આવતી હોવાની બૂમરાણો ઉઠી છે.

આ અંગે કાનજીભાઈ રાજપૂતે જણાવ્યું કે કોન્ટ્રાકટરોને આ વીજપોલ બાબતે પૂછતા કહ્યું કે, પીજીવીસીએલના અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી. આ રસ્તા પર અકસ્માતના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે. તંત્ર વીજપોલને દૂર કરે તેવી માગ ઉઠી છે.

અમારી હદમાં નથી આવતો
અડચણરૂપ 2 વીજ ટ્રાન્સફોર્મની અરજી મળી હતી. જે બંને ટીસીને અમે દૂર કરી નાખ્યા છે. આ વીજપોલ જે રોડ પર છે તે અમારી હદમાં નહી આવતો હોય. > પ્રફુલ્લભાઈ પંચસરા, PGVCL કચેરીના અધિકારી

અન્ય સમાચારો પણ છે...