બદલી:મહેસૂલ વિભાગે મામલતદારની બદલીના ઓર્ડર કર્યા

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય મહેસૂલ વિભાગ દ્વારા મામલતદારની જિલ્લાઓમાં બદલી કરાઈ હતી. સુરેન્દ્રનગર ડિઝાસ્ટર કચેરીના મામલતદારને મોરબી, ચોટીલા મામલતદારની રાજકોટ બદલી કરાઇ હતી. રાજકોટ ચૂંટણી મામલતદાર ચોટીલા અને ચાણસ્મા પાટણના મામલતદાર ડિઝાસ્ટર સુરેન્દ્રનગરનો ચાર્જ સંભાળશે. ઉપરાંત સુરેન્દ્રનગર ચૂંટણી શાખા મામલતદારની પણ બદલી કરાઇ છે.

રાજ્યપાલના હુકમથી નાયબ સચિવ મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર અમિત ઉપાધ્યાયે મામલતદાર વર્ગ-2 તા.31-10-21ના પરિપત્રથી જિલ્લાઓમાં આંતરિક બદલી કરી છે. ચોટીલાના મા््મલતદાર પી.એલ.ગોઠીની બદલી મામલતદાર ડિઝાસ્ટર રાજકોટ, તેમના સ્થાને રાજકોટ ચૂંટણી મામલતદાર શૈલેષભાઇ.બી.દેસાઇની બદલી મામલતદાર ચોટીલા કરાઇ છે. સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મામલતદાર સુહાની.આર.કેલૈયાની મામલતદાર વાંકાનેર મોરબી અને તેમના સ્થાને ચાણસ્મા પાટણના મામલતદાર જે.ટી.રાવલની સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મામલતદાર તરીકે બદલી કરાઇ છે.

જેસર ભાવનગરના મામલતદાર કે.ટી.પંડ્યાની બદલી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ચીટનીશ તરીકે, સુરેન્દ્રનગર ચૂંટણી મામલતદાર કલેક્ટર કચેરી એન.કે.શર્માની મામલતદાર બગસરા અમરેલી બદલી, સરદાર પટેલ લોકપ્રકાશન સંસ્થા અમદાવાદ મામલતદાર જ્યોતી.આર.ગોહેલની બદલી મામલતદાર લીંબડી સુરેન્દ્રનગર, કઠલાલ જિ.ખેડા મામલતદાર યેશા.વી.શાહ મામલતદાર લખતર બદલી કરાઇ છે.