લોકમાગણી:વઢવાણના ધર્મ અને કમળ તળાવની સફાઇ કરવા ઉઠેલી લોકમાગણી

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાવોમાં ગંદકીથી આસપાસના વિસ્તારોમાં રોગચાળાનો ભય

વઢવાણ શહેરમાં લોકોને પાણીની સુવિધા મળી રહે તે માટે વર્ષો જૂના તળાવો આવેલા છે. આ તળાવોમાં પ્લાસ્ટીકની બોટલો, પાણીના પાઉચ સહિતના કચરો અને ગંદકીએ માઝા મૂકી છે. જેના કારણે આ તળાવો પાસે હરવાફરવા તેમજ તેના બગીચાઓનો ઉપયોગ કરવો હોય તો લોકો તેમજ બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે નટુભાઈ મકવાણા, પ્રકાશભાઈ રાવલ, પ્રજ્ઞેશભાઈ જોશી વગેરે જણાવ્યું કે, શહેરની સાન સમાન ધર્મ અને કમળ તળાવોમાં ગંદકી જોવા મળી છે. જેના કારણે આસપાસના વિસ્તારોમાં રોગચાળાનો ભય ઉભો થયો છે. ગંદકીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ અને ગંદાં પાણીની દૂર્ગંધથી લોકો પરેશાન બન્યા છે. આથી આ તળાવોની તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. બીજી તરફ કમળ તળાવના કારણે ધર્મ તળાવમાં પણ કમળની માયાજાળ જામી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...