• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • The Problem Of Road And Village Ground In The Village Near Hirasar Airport Including Loma Kotdi Village At The Edge Of Chotila Has Been Serious For Three Years.

વાહનચાલકો પરેશાન:ચોટીલાના છેવાડાનું લોમા કોટડી ગામ સહિત હીરાસર એરપોર્ટ નજીક આવેલા ગામના રસ્તા અને ગામતળની સમસ્યા ત્રણેક વર્ષથી ઘેરી બની

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
  • હાઈવેને જોડતા રસ્તા પર નાળાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી ચોમાસામાં જીવનાં જોખમે નદી પાર કરીને ચાલવા માટે મજબૂર બન્યા ગ્રામજનો

ચોટીલાના છેવાડાનું લોમા કોટડી ગામ સહિત હીરાસર એરપોર્ટ નજીક આવેલા ગામનો ત્રણેક વર્ષથી રસ્તો અને ગામતળની સમસ્યા ઘેરી બની છે. જેમાં હાઈવેને જોડતા રસ્તા પર નાળાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી ચોમાસામાં જીવનાં જોખમે નદી પાર કરીને ચાલવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે. એમાય હાઈવેને જોડતા રસ્તા પર નાળાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી ચોમાસામાં જીવનાં જોખમે નદી પાર કરીને ચાલવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે.

જેમાં ગામતળની જમીન એરપોર્ટમા સમાવેશ કરી નાખી હોવાથી બીજી જગ્યાએ ગામતળની માંગણી કરી હોવા છતાં સરકારની ઢીલાશથી ગ્રામજનો કંટાળીયા હોવાનાં આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેમાં ચોટીલાના ધારાસભ્ય રૂત્વીક મકવાણા પણ દુર્ગમ કાચા રસ્તા ઉપર નદી પાર કરીને પહોંચ્યા હતા.ચોટીલા પંથકના ગ્રામજનોએ ચોટીલાના ધારાસભ્ય ઋવિક મકવાણાને રજૂઆત કરતા તેઓ તાકીદે લોમા કોટડી ગામે દોડી ગયા હતા. જ્યાં ચોટીલાના ધારાસભ્ય રૂત્વિક મકવાણાએ રાજકોટ ચોટીલાના અધીકારીઓને સ્થળ પર બોલાવીને ગ્રામજનોની સમસ્યાનો તાબડતોબ ઉકેલ લાવવા આદેશ કર્યો હતો.

ચોટીલાના ધારાસભ્ય સહિત લોમા કોટડી ગામે સ્થાનિક અગ્રણી લઘુભાઇ ધાંધલે પણ ગામની મુલકાત લીધી હતી. જ્યારે ચોટીલાના ધારાસભ્ય રૂત્વિક મકવાણાએ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે મુલાકાત કરીને રજુઆત કરી હતી. અને જ્યાં સુધી લોમા કોટડી ગામની પ્રાથમિક સમસ્યા ન ઉકેલાય ત્યાં સુધી ગામ નજીક કામગીરી અટકાવી દેવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.

રાજકોટ નેશનલ ગ્રીન લેન્ડ એરપોર્ટ છેલ્લા ચાર વર્ષથી બની રહ્યું છે. જેમાં એરપોર્ટ ઓથોરિટીબા અધિકારીઓ અને ચોટીલા અને રાજકોટના અધિકારીઓ સાથે ધારાસભ્ય રૂત્વિક મકવાણાએ બેઠક કરી અને જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો હતો. ચોટીલા ધારાસભ્યનિ ઓચિંતી મુલાકાતથી જિલ્લા વહિવટી તંત્ર અને રાજકોટ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સહિતનું સરકારી તંત્ર દોડતું થયું હતુ.

અન્ય સમાચારો પણ છે...