કાર્યવાહી:ભોગાવોના કાંઠે શૌચાલય નજીકનું દબાણ દુર કરાયું

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારના ગરીબ તથા મધ્યમવર્ગના મહિલાઓને ખુલ્લા વિસ્તારમાં શૌચ માટે ન જવુ પડે માટે નગરપાલિકા દ્વારા વિસ્તાર પtરો થતા ભોગાવો નદી કાંઠે શૌચાલયની સગવડ ઉભી કરી છે. પરંતુ શૌચાલયની બાજુમાં માથાભારે શખ્સે દબાણ કરતા મહિલાઓને પરેશાની થઇ રહી છે. આથી જોરાવરનગરના ડિએનટી હાઇસ્કૂલ સામે દતબાપુના બંગલા બાજુના વિસ્તારોના રહિશોએ મામલતદારને લેખીત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે આ વિસ્તાર અસામાજીક તત્વોનો બેઠકનો અડ્ડો બની ગયો છે. જે ધ્યાને લઇ તાત્કાલીક આ ગેરકાયદેસર દબાણ અને ગંદકી દુર કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...