• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • The President Of The Wadhwan City Congress Committee Slammed The Government, Saying, "Wadhwan Is In The Forefront In Paying All Taxes Starting From The Vote, Yet For Basic Amenities."

શહેર કોંગ્રેસ પ્રમુખે બળાપો ઠાલવ્યો:વઢવાણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખના સરકાર સામે આકરા પ્રહારો, કહ્યું, "મતથી માંડીને તમામ ટેક્સ આપવામાં વઢવાણ અગ્રિમ, છતાં પાયાની સુવિધા માટે વલખાં"

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણના નાગરિકોની સરકાર પાસેની તમામ આશાઓ ઠગારી નિવડી - ગિરિરાજસિંહ ઝાલા

વઢવાણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલાએ મૂળભૂત સુવિધાઓના અભાવથી લઈને સમસ્યાઓ બાબતે સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વઢવાણ નગરપાલિકાનું સુરેન્દ્રનગર નગરપાલિકામાં વિલિનકરણ થયું ત્યારે વઢવાણના નગરજનોની ખુશી નહોંતી સમાતી, પરંતુ એ આશા ઠગારી નીવડી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકોએ અંતે પોતાના મનને મનાવી લીધું. સુરેન્દ્રનગર-દુધરેજ સંયુક્ત નામ આપ્યું અને વઢવાણ નામનો છેદ ઉડાડી દીધો તો પ્રજા મૌન રહી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2020ના વર્ષમાં ચૂંટણીમાં નવું સીમાંકન થયેલું, તેમાં જે સીમાંકન થયું તેમાં પણ વઢવાણની પ્રજાને જાહેરમાં છેતરી છે. તેમાં 13 વોર્ડની રચનાઓ થઈ, તેમાં પણ 52 સભ્યોમાંથી 15 સીટ વઢવાણના ભાગમાં આવી હતી. વઢવાણે ચૂંટણી પંચના આદેશનું અમલીકરણ કર્યું અને જે 42 સીટ આવી હતી તે હવે માત્ર 15 વ્યક્તિના નેતૃત્વમાં મન મનાવવામાં આવે છે. તો પણ મન કાબુ રાખ્યું કે વઢવાણના નાગરિકોને સુવિધાઓ મળે પણ આ બધી આશાઓ ઠગારી નીવડી, સમસ્યાઓ આનાથી વધુ વધી છે.

તેમણે બળાપો ઠાલવતાં કહ્યું હતું કે આજે વઢવાણના નાગરિકને 7 કિલોમીટર સુધી પેટ્રોલ અને ડિઝલ બાળીને જવું પડે છે. તેમાંય કાં તો કર્મચારીઓ ટેબલ નથી હોતા કે કોઈપણ સભ્ય નથી હોતો તેમજ નાગરિક વિલા મોંઢે પાછો આવે છે. નથી સિટી બસની સુવિધાઓ આપતા તે પણ 2017માં વચન આપેલા પણ વઢવાણમા મધ્યથ એસ.ટી. ડેપો બનાવી તે પણ શોભાના ગાંઠીયા સમાન છે. કેમ કે બસની શિડયુલ ઓછી કરી નાખી છે. માત્ર લીંબડી તરફ જતિ હોય તે જ બસો આવે છે. બાકી અમદાવાદ રાજકોટ તરફ જવું હોય તો સુરેન્દ્રનગર ડેપો તરફ 5 કિ. મી સુધી આવું પડે છે. તેમાંય રીક્ષા ભાડું કરીને વઢવાણ લાખુપોળમાં આરોગ્ય દવાખાનું આવેલુ છે. પરંતુ તેય શોભાના ગાંઠિયા જેવું છે. નથી ડોક્ટર કે નર્સ આમ દર્દીઓને ફરિજીયાત સુરેન્દ્રનગર શહેર ઉપર નભાવુ પડે છે.

કોંગ્રેસ સમિતિનાં પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લે તો વઢવાણ રેલ્વે ભાવનગર બાંદ્રા સ્ટોપ હતો, તે પણ છીનવી લીધો છે. કેમ કે, વઢવાણના લોકો નિર્દોષ, ભોળા અને ધાર્મિક છે, એટલે વારંવાર છેતરી જાય છે. કઈ વાંધો નહીં પણ વઢવાણની પ્રજાએ હંમેશા નેતૃત્વ આપેલુ છે. જેવી રીતે તંબક દવે, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા, અરવિંદભાઈ આચાર્ય, નંદકિશોરભાઈ દવે, ઉષાબેન, ઉદ્યોગકાર ધનજીભાઇ પટેલ જેવા નેતાઓ આપ્યા પરંતુ આજે પણ આપણે લાચાર છીએ કેમ કે આજે ચાર દિવસે પાણી આવે છે. વઢવાણ લોકો સૌથી વધારે ટેક્સ આપે છે. કેમ કે જીઆઇડીસીની આપણી હદમાં છે. સુરેન્દ્રનગરના નાગરિકોને ટેક્સ ઓછો આવે છે. તો પણ બે આંતરે પાણી તમામ પાયાની સુવિધાઓ મળે છે. આજે આપણે મતથી માંડીને તમામ ટેક્સ આપવા છતાંય પાયાની સુવિધા માટે વલખા મારવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...