તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખને રેતી માફિયાઓેએ ફોન પર માર નાખવાની ધમકી આપી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી અને ખનીજ માફીયાઓ બેફામબની જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદીમાં રેતી ચોરી અંગે બુમરાડો ઉઠી છે. રતનપર શક્તિનગરના રહીશ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદીપભાઇ ધીરૂભાઇ વસ્તાણીએ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તા.11-8-21ના રોજ બપોરે એક જાગૃત નાગરીકે ફોન કરી વસ્તડી ભોગાવો નદીમાં મેલડીમાં મંદિર પાછળ અમુક લોકો રેતી ચોરી કરે છેની જાણ કરી હતી.

આ અંગે પ્રદિપભાઇએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી. ત્યારબાદ ફોન આવતા કોણ બોલો છો પૂછતા તારો બાપ બોલું છું બીજીવાર પૂછતા ગાળો આપવા લાગ્યા હતા. રેતી ભરવાનું તો ચાલુ જ રહેશેનું જણાવી તું વસ્તડી આવ તારા ટાંટિયા ભાંગી નાંખવાનો છે તને કાપી નાંખવાનો છે જણાવી મારી નાંખવાની ધમકી આપી ફોન કાપી નાંખ્યોહતો. આ ફોનમાં વાત દરમિયાન અન્યએક વ્યક્તી પણ ગાળો બોલતો જણાયો હતો. આથી 2 અજાણ્યા માણસ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...