રાજીનામું:પાટડી તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપતા ઉપપ્રમુખને જવાબદારી સોંપવામાં આવી

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીએ રાજીનામું મંજૂર કરતા કાર્યવાહી હાથ ધરાઇ

પાટડી તાલુકા પંચાયતની કુલ 22 સીટોમાંથી 14 સીટો પર ભાજપ અને 8 સીટો પર કોંગ્રેસની જીત થતાં ભાજપનું શાસન હતુ. ત્યારે દોઢ વર્ષના સમયગાળા બાદ તાલુકા પંચાયતના પ્રમુખે રાજીનામું આપતા ઉપપ્રમુખને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીએ રાજીનામું મંજૂર કરતા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

પાટડી તાલુકા પંચાયતમાં છેલ્લા દોઢ વર્ષથી શાસન હતુ. જેમાં પ્રકાશ ખેંગારભાઇ ડોડીયા પ્રમુખ તરીકે ફરજ બજાવતા હતા. જેમાં આજથી દોઢેક વર્ષ અગાઉ યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 22 સીટોમાંથી 14 સીટો પર ભાજપ અને 8 સીટો પર કોંગ્રેસની જીત થતાં ભાજપનું શાસન હતુ. જેમાં પ્રમુખ તરીકે પ્રકાશ ખેંગારભાઇ ડોડીયા, ઉપ પ્રમુખ તરીકે જાનાબેન મનસુખભાઇ ધાડવી અને કારોબારી ચેરમેન તરીકે ધવલ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ત્યારે દોઢ વર્ષના સમયગાળા બાદ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયાએ સ્વેચ્છાએ રાજીનામું આપતા ઉપપ્રમુખ જાનાબેન મનસુખભાઇ ધાડવીને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીએ રાજીનામું મંજૂર કરતા કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ પ્રસંગે પાટડી તાલુકા પંચાયત ખાતે તાલુકા ભાજપ પ્રમુખ સોનાજી ભારાણી, લાલદાસ બાપુ, બાબુભાઇ પટેલ, જેંતિભાઇ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી દક્ષાબેન સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...