કામગીરી:નવકાર 2-3 સારસ્વત નગર જવાનાં રસ્તા વચ્ચેનો વીજપોલ દૂર કરાયો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆતો છતાં કોઇ ઉકેલ ન આવતાં કચેરી ઘેરાવની ચીમકી આપી હતી

વઢવાણ નવા 80 ફૂટ રોડ પર આવેલી નવકાર-2 અને નવકાર-3 સારસ્વતનગર જવાના રસ્તાની વચ્ચોવચ્ચ વર્ષોથી વીજપોલ હોવાથી લોકોમાં અકસ્માતનો ભય રહેતો હતો. રહીશોએ વીજકચેરીને ઘેરાવ કરવાની ચીમકી આપ્યોનો અહેવાલ છપાયો હતો. ત્યારે તંત્ર દ્વારા શનિવારે વીજપોલ દૂર કરાયો હતો.વીજપોલ રસ્તાની વચ્ચે જ હોવાથી રહીશો, રાહદારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વાહનચાલકોને દિવસ-રાત અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો. આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ એન.કે.રાઠોડે એક વર્ષમાં વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી.

વિસ્તારના ડાયાભાઈ વોરા, શંકરભાઈ જાદવ, આનંદભાઈ સોલંકી, અમૃતભાઈ વાણીયા વગેરે ઉપસ્થિત રહીને વીજપોલ દૂર થાય તેવા પ્રયાસો કર્યા હતા. નિરાકરણ નહીં આવે તો રહીશો વીજ કચેરીનો ઘેરાવની ચીમકી આપી હતી. આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા વીજતંત્રના ડેપ્યુટી એન્જિનિરિંગ રાજેન્દ્ર મોડ, લાઈનમેન ડી.સી. પરમાર, વાય.આર. વોરા, કે. આર. ડોડીયા, ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ મનુભાઈ એલ. પરમાર તેમજ સમગ્ર ટીમે વીજપોલને દૂર કરવા કાર્યવાહી કરી હતી. વીજપોલને રસ્તા વચ્ચોવચ્ચથી દૂર કરીને સાઇડમાં નવો વીજપોલ ઉભો કરાતા લોકોમાં રાહત ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...