વીજપોલ ધ્વસ્ત:10 કલાક સુધી વીજપ્રવાહ ચાલુ રહ્યો પણ અધિકારીઓ ફરક્યા જ નહીં

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણમાં વોરાવાડ વિસ્તારના સોનેરી હનુમાન ચોકની ઘટના : જાનહાનિ ટળી
  • કોઇ અજાણ્યું વાહન અથડાતા વીજ થાંભલો તૂટી પડ્યો : PGVCLના અધિકારી
  • ચાલુ વીજપ્રવાહ છતાં અમૂક લોકો નીચેથી પસાર થતાં હતા

વઢવાણ શહેરમાં રવિવારે વીજ થાંભલો તૂટી પડતા દોડધામ મચી હતી. જેમાં સતત 10 કલાક જીવંત વીજપ્રવાહ ચાલુ રહેતા રસ્તો બંધ કરવો પડયો હતો. જ્યારે વીજટીમે દોડી જઈને થાંભલો ધરાશાયીનું કારણ જાણીને વીજપુરવઠો કાર્યરત કર્યો હતો.

વઢવાણ વોરાવાડ વિસ્તારના સોનેરી હનુમાન ચોકમાં વીજથાંભલો પડયો હતો. આ રસ્તા પરથી વોરાવાડ, માળીયાપા, સોની શેરી વગેરે વિસ્તારના લોકો ઘરમાં પુરાયાની સ્થિતિ સર્જાઇ છે. આ અંગે રાજુભાઈ, વિમલભાઈ વગેરે જણાવ્યું કે, આ શેરીચોકમાં 10 કલાક વીજથાંભલો પડવા છતાં કોઇ આવ્યુ ન હતુ. જેમાં સતત જીવંત વીજવાયર હોવાથી જોખમ સર્જાયુ હતુ. જ્યારે વીજ ટીમે દોડી આવીને રિપેરીંગ હાથ ધર્યુ હતુ. જેમાં અજાણ્યા વાહનચાલકે વીજથાંભલાને અડફેટે લીધાનું બહાર આવ્યુ હતુ. હાલ ચોમાસાનો માહોલ હોવાથી જો ક્યાંક વીજશોક ન લાગે સહિતના ભય સાથે લોકો વીજપોલથી દૂર દૂર થઇને ચાલતા હતા. જો કે, આ વીજથાંભલો પડવાથી કોઇ જાનહાની ન થતા લોકોએ રાહતનો દમ લીધો હતો. આ અંગે પીજીવીસીએલના બી.પી.પ્રજાપતિએ જણાવ્યું કે, કોઇ વાહન અથડાતા આ થાંભલો ડેમેજ થઇ ગયો હતો. ટીમને ત્યાં મોકલીને વીજથાંભલાને દૂર કરીને પુન: વીજપુરવઠો શરૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...