તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસંતોષ છવાયો:પાટીલના નિયમોનો પાવર સગાવાદ સામે હાર્યો મોટાં માથાંને કાપ્યા પણ પરિવારજનોને સાચવ્યાં

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.
 • પાટડીની કેટલીક બેઠકો પર વિવાદ સર્જાતાં મોડી રાત સુધી તાલુકા પંચાયત અને પાલિકાના ઉમેદવારો જાહેર ન થયાં
 • કેટલાક નારાજ ભાજપી નેતાઓની અપક્ષમાંથી ફોર્મ ભરવા તૈયારી, 60 વર્ષનાને ટીકીટ નહીનો નિયમ સચવાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોને મેદાનમાં ઉતારશે અને કોને ઘરે બેસાડશે તેની કાગડોળે વાટ જોવાતી હતી. ત્યારે ગુરૂવારે ભાજપે જિલ્લા પંચાયત અને સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દિધી હતી. જે લોકોને ટીકીટ મળી ગઇ છે તેઓ ગેલમાં આવી ગયા હતા અને જેમની ટીકીટ કપાણી હતી તેઓ રોષ સાથે દેકારો મચાવતા નજરે પડયા હતા. પાટીલે ટીકીટ આપવા માટેના ત્રણ મહત્વના નિયમો જાહેર કર્યા હતા. જેમાં ખાસ કરીને જાહેર કરેલા નામમાં પાટીલના નિયમોનો પાવર સગાવાદ સામે હાર્યો હતો.

મોટા માથાને નિયમ અનુસાર ટીકીટ આપી ન હતી પરંતુ તેમના પરિવાર કે સગાને ટીકીટ આપી મામલો થાળે પાડી દિધો હતો. જેમાં 60 વર્ષનાને ઉમેદવારી નહી તેનું પાલન થયુ હતુ. પરંતુ ત્રણ ટર્મ વાળા નિયમમાં પણ ગુચવડો સર્જાયો હોય તેવો ગણગણાટ કાર્યકરો કરતા હતા.

જેમાં ખાસ કરીને મોટા માથાની બાદબાકી કરવામાં આવતા અસંતોષની લાગણી ફેલાઇ છે. ભાજપના બે ચાર નેતાઓએ હાલ તો અપક્ષ ફોર્મ ભરવાની જાહેરાત કરી દીધી છે. જેમને મનાવવા માટે પક્ષ દ્વારા પ્રયાસો ચાલુ છે. હવે કોણ પક્ષ સામે આંખો કાઢીને લડી લે છે તે સમય જ કહી શકશે.

આ ટિકિટની ફાળવણીમાં સગાવાદ સચવાયો

ઉમેદવારકોની સાથે શું સબંધબેઠકનું નામ
હરેશભાઇ જામાભાઇ ગરીયાપૂર્વ ચેરમેન જામાભાઇ ગરીયાનો પુત્રસુરેન્દ્રનગર પાલીકા વોર્ડ નં. 3
ભગીરથસિંહ જશુભા ઝાલાપૂર્વ પ્રમુખ જશુભા ઝાલાનો પુત્રસુરેન્દ્રનગર પાલીકા વોર્ડ નં. 1
નીરવ અશ્વીનભાઇ દવેપૂર્વ ચેરમેન ભાસ્કરભાઇ દવેનો ભત્રીજોસુરેન્દ્રનગર પાલીકા વોર્ડ નં. 2
મીલીન્દ પ્રવીણચંદ્ર કોઠારીપૂર્વ સદસ્ય બાબુભાઇ કોઠારીનો ભત્રીજોસુરેન્દ્રનગર પાલીકા વોર્ડ નં. 4
નીશાબેન નરેશભાઇ કૈલાપૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કૈલાના પુત્રવધુસુરેન્દ્રનગર પાલીકા વોર્ડ નં. 7
અશોક બચુભાઇ વેગડપૂર્વ ચેરમેન બચુભાઇ વેગડનો પુત્રસુરેન્દ્રનગર પાલીકા વોર્ડ નં. 9
હંસાબેન હરીલાલ સોલંકીપૂર્વ સદસ્ય હરીલાલના પત્નીસુરેન્દ્રનગર પાલીકા વોર્ડ નં. 13
નરેન્દ્રભાઇ મુંજપરાસાંસદ મહેન્દ્ર મુંજપરાનો પિતરાઇ ભાઇસાયલા જિલ્લા પંચાયત સીટ
હિતેશ્વરસિંહ મોરીપૂર્વ સદસ્ય યુવરાજસિંહના પિતરાઇ ભાઇસુરેન્દ્રનગર પાલીકા વોર્ડ નં. 13
મીનાબા ગંભીરસિંહ લીંબડખમ્માબાના જેઠાણીસુરેન્દ્રનગર પાલીકા વોર્ડ નં. 11
રવિન્દ્ર પ્રવીણભાઇ ચૌહાણએનસીપીના પૂર્વ સદસ્ય પ્રવીણભાઇના પુત્રસુરેન્દ્રનગર પાલીકા વોર્ડ નં. 3
નંદુબેન વાઘેલાલખતર અનુ. સેલના ગુણવંતભાઇના પત્નીલખતર જિલ્લા પંચાયત સીટ
વસંતબેન ઓળકીયાલખતર તાલુકા પ્રમુખ જગજીવનભાઇના પત્નીવિઠ્ઠલગઢ જિલ્લા પંચાયત સીટ

સંયુક્ત પાલિકામાં કયા કયા સમાજને કેટલી ટિકિટ ફાળવાઇ

જ્ઞાતિકુલ ટિકિટ
કોળી8
બ્રાહ્મણ6
ક્ષત્રિય6
કારડીયા રાજપુત6
દલીત5
જૈન4
ભરવાડ4
દલવાડી4
જ્ઞાતિ કુલ ટિકિટ
પટેલ3
લોહાણા1
સોની1
મારવાડી1
પ્રજાપતિ1
દરજી1
કંસારા1
કુલ52

​​​​​​​વિપીનભાઇને કોને કાપ્યા ? સમાજમાં રોષ​​​​​​​

વિપીનભાઇ ટોળીયા હાલ કોરોનાને કારણે અમદાવાદ સારવાર લઇ રહયા છે.તેમની જગ્યાએ તેમના પુત્રની ટીકીટ માંગી હતી. જૈન સમાજનું પ્રભુત્વ જળવાઇ રહે તે માટે આગેવાનો ગંધીનગર વિજયભાઇને પણ મળ્યા હતા. ત્યારે વિપીનભાઇના પુત્રને ટીકીટ ન મળવા પછળ જૈન સમાજના નેતા જ જવાબદાર હોવાનો સુર ઉપડયો હતો. સમાજના ઘણા લોકોએ આ મહિલા આગેવાને ફોન કરીને દાવ લેવા બાબતે રોષ ઠાલવ્યો હતો. સાથે આ મામલે વિજયભાઇ રૂપાણીને મળવા જવાનું પણ આયોજન કર્યાનું જાણવા મળે છે.

આ હોદ્દેદારોને ટિકિટ આપી રાજીનામું લઇ લીધું
નામકયાંથી ટીકીટ આપી ?શું હોદ્દો હતો
વિરેન્દ્રભાઇ આચાર્યસુરેન્દ્રનગર પાલિકા વોર્ડ નં. 4સુરેન્દ્રનગર શહેર પ્રમુખ
જયદીપસિંહ ઝાલાસુરેન્દ્રનગર પાલિકા વોર્ડ નં. 2સુરેન્દ્રનગર શહેર મહામંત્રી
પંકજભાઇ પરમારસુરેન્દ્રનગર પાલિકા વોર્ડ નં. 12સુરેન્દ્રનગર શહેર મહામંત્રી
સ્મીતાબેન રાવલસુરેન્દ્રનગર પાલિકા વોર્ડ નં. 12સુરેન્દ્રનગર જિલ્લા મંત્રી
રમીલાબેન કાલીયાસુરેન્દ્રનગર પાલિકા વોર્ડ નં. 5સુરેન્દ્રનગર જિલ્લા મંત્રી
હંસાબેન સોલંકીસુરેન્દ્રનગર પાલિકા વોર્ડ નં. 13સુરેન્દ્રનગર શહેર ઉપપ્રમુખ
માલતીબેન કડસુરેન્દ્રનગર પાલિકા વોર્ડ નં. 3સુરેન્દ્રનગર શહેર કોષાધ્યક્ષ

​​​​​​​નાગરિક મોરચાના નેતાઓને સાચવી લેવાયાં

ભાજપે જયારે નામની જાહેરાત કરી ન હતી ત્યારે પોતાની ટીકીટ કપાવાના ભયને લઇને એક ખાનગી બેઠક બોલાવી હતી જેમાં જો ટીકીટ ન મળે તો નાગરીક મોરચાના નામે લડી લેવાની તૈયારીઓ કરી હતી. આ મામલો પક્ષ સુધી પણ પહોચ્યો હતો. પરંતુ જે લોકો નાગરીક મોરચો માડે તેવા હતા તેમના સગાને ટીકીટ આપી સાચવી લેવામાં આવ્યા છે.

એકેય સભામાં નહોતા તેમને પણ ટિકિટ મળી
ભાજપે જે નામો જાહેર કર્યા છે તેમાં એવા ઘણા નામ છે કે જેઓ ભાજપની એક પણ સભામાં આવ્યા ન હોય. ભાજપ માટે બિલકુલ કામ ન કર્યુ હોય અરે કેટલાક તો એવા છે કે જે ભાજપના સભ્ય પણ નથી. આવા નવા આવેલાને ટીકીટો આપી દિધી છે. જેને લઇને પક્ષ માટે દોડતા અને વર્ષોથી કામ કરતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે.

પાલિકાના કામ કરતા કોન્ટ્રાક્ટરો સચવાયા
ભાજપે ખાસ કરીને સુરેન્દ્રનગર વઢવાણ સંયુકત પાલિકામાં જે નામની જાહેરાત કરી છે તેમાં પાલિકામાં રોડ રસ્તા, પાણીની લાઇન, ભુગર્ભગટરના કામ કરતા કોન્ટ્રાકટરોને પણ ટીકીટ આપી છે. જેમને પોતાના વોર્ડમાં સારા કામ કરાવવાની જવાબદારી છે તે જ કોન્ટ્રાકટર હોય તો પાલિકામાં કેવા કામ થશે આ મુદો ચર્ચાસ્પદ બન્યો હતો.

પાટડીમાં કોકડુ ગૂંચવાયુ નામ જાહેર ન થયા
પાટડી પાલિકા અને તાલુકા પંચાયતના નામોની યાદી રાત સુધી જાહેર કરી ન હતી. એવુ કહેવામાં આવી રહયુ છે કે પાલિકા અને તાલુકા પંચાયતની કેટલીક બેઠકો ઉપર વિવાદ સર્જાયો છે. કોને કાપવા અને કોને રાખવા આ મુદો પક્ષ માટે પણ મહત્વનો બની ગયો છે. અને આથી જ નામની જાહેરાત કરવામાં વાર લાગી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો