ભાસ્કર ઈમ્પેક્ટ:શહેરની સી.જે.હોસ્પિટલ પાસેના રસ્તા પરના ખાડાનું પુરાણ થયું

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એમ્બુલન્સમાં આવતા દર્દીઓને પડતી તકલીફોમાંથી રાહત

સુરેન્દ્રનગર શહેરની સી.જે.હોસ્પિટલ તરફના રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ખાડાઓથી દર્દીઓ સહિતના લોકોને મુશ્કેલીનો સામનો કરી પડી રહ્યો છે. ત્યારે એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા દ્વારા પાલિકા તંત્રને રજૂઆત કરાઇ હતી. આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા આ રોડના ખાડાઓનું તંત્ર દ્વારા બુરાણ કરાતા લોકોમાં રાહત થઇ હતી.

સુરેન્દ્રનગર શહેરની સી.જે.હોસ્પિટલ પાસેનો રસ્તાનો દિવસ-રાત નાના-મોટા વાહનો તેમજ એમ્બુલન્સની અવરજવર રહે છે. પરંતુ હોસ્પિટલ પાસેના રસ્તા પર ખાડાઓ પડી જવાથી અહી પસાર થતા વાહનચાલકો તેમજ એમ્બુલન્સમાં લવાતા દર્દીએ જેમાં ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો તેમજ હૃદયરોગના દર્દીઓને તકલીફન સામનો કરવો પડતો હતો.

આ બાબતે શહેરના સુનિલભાઈ રાઠોડે વોટ્સએપ દ્વારા સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરી રસ્તા પરના ખાડાને ઝડપથી પૂરવા માગ કરી હતી. ત્યારે આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા અને કોઇ અકસ્માતની ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા રસ્તા પરના ખાડાઓનું બુરાણ કરાવવામાં આવતા દર્દીઓ, રાહદારી સહિતના લોકોમાં રાહત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...